________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આગળ કહેવા લાગ્યા કે આ ઈંદ્રજાળને ચમત્કાર છે? આપની કૃપાવડે સર્વ જોયું. આવું અલૈકિક આશ્ચર્ય કેઈપણ સમયે અમે કોઈએ જોયું નહોતું. એ પ્રમાણે તેઓને પ્રત્યુત્તર સાંભળી રાજા બોલે, સજજને! જેવો આ ઈદ્રજાળનો દેખાવ જે તેજ પ્રમાણે બહુ દુ:ખના નિધાનરૂપ આ સંસારમાં સર્વ વસ્તુઓનું સ્વરૂપ જાણવું. રૂપ, બળ, ઐશ્વર્ય, સ્નેહ, વન, સં૫ત્તિ અને આયુષ્ય પવનથી કંપાયમાન દર્ભના અગ્ર ઉપર રહેલા જલબિંદુ સમાન ચંચળ છે. તેમજ કુષ્ટાદિક વ્યાધિવડે હસ્ત, પાદ, નાસિકા વિગેરે અંગોપાંગ સડી જાય છે, અને તેથી કામ દેવ સમાન તેજસ્વી પુરૂષની પણ રૂપ સંપત્તિ અદર્શનીય થાય છે. વળી વ્યાધિ, ક્ષુધા અને તૃષાદિકથી રૂધિર માંસ વિગેરે ધાતુઓ સુકાઈ જાય છે. જેથી પવન સમાન બલવાન્ એવા પુરૂષે પણ પતાના સ્થાનમાંથી બલાત્કારે પણ ઉઠી શકતા નથી. વળી કાષ્ઠશ્રેષ્ઠી અને તેની સ્ત્રી તેમજ રામચંદ્ર અને સીતા વિગેરેનાં વૃત્તાંત સાંભળી પ્રેમની દારૂણ પરિણતિ કેણ નથી જાણતું? વિવિધ વિલાસરૂપી વૃક્ષો જેમાં ઉદ્ભસી રહ્યાં છે એવું અધમ પુરૂષનું વનરૂપી વન જરારૂપી દાવાનળની જ્વાલાઓ વડે જરૂર બળી જાય છે. બહુ દૂષિત એવી વ્યભિચારિણી સ્ત્રીની માફક નવિન પદ્વવાદ ઉપર રહેલા જળબિંદુની પેઠે વિલાસ કરતી લક્ષમીને કણ વિશ્વાસ કરે ? નિરંતર કમલને સંગ હોવાથી તેના નાળના કાંટાવડે વિંધાયેલા પગવાળી હાયને શું! તેમ તે લક્ષ્મી હજુ કોઈ ઠેકાણે ક્ષણ માત્ર પણ પગ મૂકતી નથી. અર્થાત્ બહુ ચંચળ છે. અમાત્ય વિગેરે મૂલપ્રકૃતિ, દંડ, કેષ અને પ્રજામંડળથી પરિપૂર્ણ એવા નરેંદ્રને પણ દિવસના અવસાનમાં કમળની માફક ત્યાગ કરી લક્ષમી અન્યત્ર ચાલી જાય છે. એ પ્રમાણે સૂર્યના બિંબની માફક પિતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારે સંચાર કરતી એવી લક્ષ્મી
For Private And Personal Use Only