________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ગયેલે ભ્રમર વિચાર કરવા લાગ્યો કે રાત્રી ચાલી જશે, પ્રભાતકાળ પ્રગટ થશે. સૂર્યને ઉદ્યોત સર્વત્ર આનંદ આપશે અને કમલની શોભા પણ ઉત્તમ પ્રકારે વિકાસ પામશે એટલે મહારૂં બંધન છુટી જશે એમ તે પોતાનો મરય લંબાવતો હતો તેટલામાં દેવયોગે ત્યાં હસ્તી આવ્યો અને તત્કાળ તે કમલની વેલીને મૂળમાંથી ખેંચી લીધી. આ વાક્યર્થનું તાત્પર્ય માત્ર એ છે કે આ ભ્રમરની માફક મનુષ્યોની તીવ્ર અભિલાષાઓ નિષ્ફળ નીવડે છે, વળી ઈદિ રૂપી અથવાથી વહન કરાતો અને તૃષણ રૂપી પ્રબલ સારથિએ ચલાવે મને રથ રૂપી ઉત્તમ રથ છે, જેની અંદર આરૂઢ થયેલું આ સર્વ જગત જન્મ મરણ રૂપી પથમાં વારંવાર ભમ્યા કરે છે. ધન, છવિત, સ્ત્રી, પુત્ર અને ભોગાદિકને વિષે ઈચ્છાનુસાર તૃપ્તિ પામ્યા સિવાય સર્વ પ્રાણીઓ દેહ છોડી ચાલ્યા ગયા, તેમજ વર્તમાન કાલમાં તેવી સ્થિતિ જોવામાં આવે છે અને ભવિષ્યમાં પણ તેજ પ્રમાણે ચાલ્યા જશે. માટે સદ્દબુદ્ધિનો ઉપયોગ કરી સમજવું કે અત્યંત અભિલાષા ભવાંતરમાં પણ સુયશની માફક બહુ દુઃખદાયક થાય છે. તે સંબંધ સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે.
સ્થૂલ પરિગ્રહ એટલે ભૂલ કોઈપણ વસ્તુને સંગ્રહ કરવો તે સ્થૂલ પરિ. ગ્રહ વ્રત કહેવાય. હવે આ વ્રતને નિયમ કરવો કે અમુક વસ્તુને અમુક અશે પરિગ્રહ કરે અને અન્યનો ત્યાગ એમ નિયમ કરવો તે સમ્યકત્વધારી શ્રાવકને ઉચિત છે. આ પરિગ્રહનું પ્રમાણ જેમ જેમ સ્વ૫ હેય તેમ તેમ અધિક ફલદાયક થાય છે. કેટલાક શંકા કરે કે પરિગ્રહ-ઉપયોગી વસ્તુ રાખવામાં દોષની કલપના શા માટે કરવી ? અને પરિગ્રહમાં તેવાં કયાં દૂષણે રહેલાં છે? તેના જવાબમાં અન્ય શાસ્ત્રકારો પણ લખે છે કે
क्रीडोद्यानमविद्यानां, वारिधिर्व्यसनाम्भसाम् ।
कन्दस्तृष्णामावल्ले-रेक एव परिग्रहः ॥ १ ॥ અથ–આ દુનીયામાં અવિદ્યાઓના વિકાસ માટે ઉદ્યાન સમાન, વ્યસન રૂપી જલના સમુદ્ર સમાન, તેમજ તૃષ્ણ રૂપી મહેટી વેલડીના કંદ (મૂલ) સમાન એક પરિગ્રહ જ ગણવામાં આવ્યો છે. તેમજ –
प्रत्यर्थी प्रशमस्य मित्र मधृते-र्मोहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमस-द्धयानस्य लीलावनम् ।
For Private And Personal Use Only