________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
(૧૪૭) उपजीवकेषु विमुखाः, सुजाना न भवन्ति दुर्विनीतेषु । वत्सव्यथितेऽप्पूधसि, सुरभिर्नो शयमति क्षीरम् ॥ સજન પુરૂષો વિનય રહિત સેવકે પર વિમુખ થતા નથી, કારણ કે વાછડું ઉધસ પીડે છે તેપણ ગાય આંચળમાંથી દુધ ખેંચી લેતી નથી. ત્યારબાદ રાજા પણ બોલ્યા, દેવી ! સ્ફટિક સમાન ઉજવલ હારા શીળવ્રતમાં આ મૂઢ લોકોએ જે મિથ્યા અપવાદ મૂક્યું છે તે જ પાપરૂપી આ વિષવૃક્ષના પુષ્પોને તેઓને અનુભવ થાય છે. હવે તું તેની ઉપર દયા કર. હારા શિવાય તેઓનું અન્ય કે શરણ નથી. ચંપકમાલા બલી જે મહારા હૃદયની અંદર અરિકેસરી નરેંદ્ર વિના અન્ય કોઈ પુરૂષ વાસ ના કરતો હોય તો આ બળતે અગ્નિ એકદમ શાંત થાઓ. તેમજ બળી ગએલી અને બળતી સર્વ વસ્તુઓ સ્વસ્થ અવસ્થા અનુભવે. એ પ્રમાણે ચંપકમાલાની પ્રતિજ્ઞાથી તરતજ શાસનદેવીએ સર્વત્ર શાંતિ ફેલાવી. ત્યારબાદ કુતૂહલ અને ભક્તિથી ત્યાં આવેલા દેવીએ હિટે નાદ કરી કહ્યું કે સર્વ ઠેકાણે સત્યશીલને જય થાય છે એમ જણાવી ચંપકમાલાને પુષ્પ વૃષ્ટિથી વધાવી, આકાશ મંડલમાં જય જય શબ્દ સાથે દેવ દુંદુભિ વાગવા લાગ્યા. અસરાએ લીલા સહિત નૃત્ય કરવા લાગી. તેમજ નગરમાં સર્વ સ્થલે ભૂમિ ઉપર કંકુના સ્થાપા દેવાય છે, દરેક સ્થાને વંદનમાલા સહિત તેરણ બંધાય છે. પડતાં આખડતાં અને છીંકતાં છતાં પણ સર્વ લેકે “ચંપકમાલા ઘણું જીવો” એમ આનંદપૂર્વક ઉચ્ચાર કરતાં ત્યાં આવજાવ કરે છે. આ પ્રમાણે તાત્કાલિક આશ્ચર્ય જોઈ પ્રવ્રછકા ભયભીત થઈ પિતાના હદયમાં વિચાર કરવા લાગી. આ સર્વ અનર્થનું મૂળ કારણ તે હુંજ છું માટે જરૂર હવે મરણ દિન વાય અન્ય કેઈ હારૂં શરણુ નથી. તેમજ જન્માંતરમાં પણ અનેક દુ:સહન કરવો પડશે, કારણ કે મહેં પાપાત્માએ અનેક પાપો
For Private And Personal Use Only