________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તીર્થકર કેવળજ્ઞાન અને સમવસરણ.
(૧૧૧) કરે છે, તેટલામાં સુંદર હાર લતાથી જેનાં સ્તન શિખરો શેલતાં હતાં અને હસ્તમાં સુવર્ણ દંડ ધારણ કરેલે એવી વિનયગુણસંપન્ન પ્રતિહારી પ્રવેશ કરી બેલી, દેવ? પ્રથમ આપે અંગ, બંગ, મગધાદિક દેશોના રાજકુમારને મદનમંજરી કુમારીના સ્વયંવર નિમિત્ત બેલાવવા માટે ચતુરમતિ નામે જે દૂત મેક હતે તે હાલમાં આપના દર્શન માટે દ્વારમાં આવી ઊભે છે. તરતજ રાજાએ હુકમ કર્યો કે પ્રવેશ કરાવે. પ્રતિહારીએ પ્રવેશ કરાવ્યા. ભૂતલ પર મસ્તક નમાવી દૂત પણ નરેંદ્રની આગળ વૃત્તાંત કહેવા લાગ્ય, દેવ? કુમારીના સ્વયંવર માટે રાજકુમારનું નિમંત્રણ કરવા આપની આજ્ઞા મુજબ હું ગયા હતા, બહુ ગુણિજનેથી અલંકૃત આ પૃથ્વીમાં અદ્દભુત કાંતિમય ઘણા રાજકુમારને ઉચિત સત્કાર પૂર્વક હે જેયા, વળી સંબંધ વેત્તાઓ વરેની અંદર જે જે કંઈ પણ જુએ છે તે કુલ, રૂપ અને વૈભવ વિગેરે વિશેષ ગુણે પણ તેઓની આગળ સામાન્ય છે. એ પ્રમાણે અખિલ કુમારની ગ્યતાને તપાસ કરી આપની આજ્ઞા યથેષ્ટ સિદ્ધ કરી છે. અને તેઓ પણ તે પ્રમાણે નમ્રતા પૂર્વક સ્વીકાર કરીને તે જ સમયે પ્રયાણ ભેરીના ભાકારેથી દિગતને ગજાવતા ચતુરંગ સેના સહિત પોતપિતાના ગુરૂજનોની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા, બાદ કુમારીના ગુણ કીર્તનથી લેભાએલા તે પંચાણું રાજકુમારે માર્ગમાં બહુ વિષમ સ્થાન ઉલ્લંઘન કરી હાલમાં અહીં આવ્યા છે, અને ઉદ્ધત છત્રોવાળા અધોથી વ્યાકુલ એવાં તેઓનાં સૈન્ય વડે આપના નગરનું મેદાન સુંદર દેખાવ આપી રહ્યું છે. માટે જલદી આજ્ઞા આપે. આ પ્રમાણે સાંભળી રાજાએ વિચાર કર્યો કે આ પ્રસંગને લીધે તેઓ પણ જગત પ્રભુનાં દર્શન કરી જયલક્ષમીનું આલિંગન કરે તે ઠીક છે, એમ જાણું તેઓના પ્રવેશ ઉત્સવ માટે તરતજ પોતાનું
For Private And Personal Use Only