________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર વિહાર પ્રસ્તાવ.
(૧૦૫) મહમલ્લને મહિમા સર્વથા ખંડિત કર્યો. તેમજ દઢ અને વિષમ સ્નેહરૂપી શૃંખલાને ક્ષણમાત્રમાં તેડી નાખી મદરૂપી સુભટને સંચાર સર્વથા અટકાવ્યું. તેવી જ રીતે પોતાના પાદારવિંદના પવિત્ર પરમાણુઓ વડે સમસ્ત મહીતલને શુદ્ધ કરતા, અશેષ આંતરિક શત્રુરૂપી સૈન્યબલનો ઉચ્છેદ કરતા, વારંવાર શુદ્ધ ભાવનાવડે આત્મધ્યાન કરતા, કર્મમલથી મલિન થયેલા આત્માને શાંતિરૂપ જળવડે નિર્મલ કરતા, અને ગંભીર સંસાર સાગરને જાનુ (ઢીંચણ) પ્રમાણે જાણતા એવા જીતેંદ્ર ભગવાને સર્વ સાવદ્ય કાર્યોને ત્યાગ કરી છઘસ્થ દશામાં નવમાસ વ્યતીત કર્યા. એ પ્રમાણે દેશ વિદેશમાં વિહાર કરી અન્યદા પિતાની
જન્મભૂમિને પવિત્ર કરવામાં ઉત્સુક થયા કેવલજ્ઞાન હોય ને શું ? એવા શ્રીસુપાર્શ્વ પ્રભુ વારા
યુસી નગરીની ઈશાન કોણમાં રહેલા સહસામ્ર વનમાં પધાર્યા. જેની અંદર વિકસ્વર નવીન પલ
થી લાલ દીપતી છે શાખાઓ જેની, વળી મનોહર સુમનસ્ (દેવ પુષ્પો ) ના સમૂહથી સુશોભિત દેવપુરી સમાન અને બહુપાત્ર (પત્ર) (પ્રધાનાદિ=પત્ર) ની શ્રેણીવડે વિભૂષિત છે ભૂમિ પ્રદેશ જેને એવા નરેદ્રને અનુસરતા શિરીષ વૃક્ષની નીચે પ્રભુએ વાસ કર્યો. ત્યારબાદ અનુત્તર પ્રભાવવાળાં, જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે તેમજ આલય, વિહાર, માર્દવ, આર્જ અને લધુતા છે મુખ્ય જેની અંદર એવા અકિંચનતા, સત્ય, ત્રણ ગુપ્તિ, મુક્તિ અને ક્ષમા વિગેરે આચારવડે વારંવાર સમ્ય પ્રકારે આત્મભાવના કરતા, યથાસ્થિત ભાવવાળી ભાવનાથી ભાવિત છે હૃદય જેમનું અને દયાના મહાસાગર, સમસ્ત જીવને આત્મસમાન અવલોકતા, બાહ્ય વિક્ષેપથી વિમુકત, ઈદ્રિયોની સાથે સમાધિવડે મનની એક્યતા કરીને તત્વમાં લીન થયેલા, વળી આકાશની માફક નિર્લેપ, મેરૂ સમાન
For Private And Personal Use Only