________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરનું પ્રથમ પારણું.
(૧૩) નાદથી દિગમંડલ ગજવતા દેએ અહ? “આ દાન અદભુત પ્રકારનું થયું એ પ્રમાણે હર્ષથી આકાશમાં ઉદ્ઘોષ કર્યો. તેમજ તેઓએ મહેંદ્ર શ્રેષ્ઠિના મંદિરમાં સાડાબાર કરેડ સેનૈયાની તથા સુગંધિત જલ અને પંચરંગી પુપોની વૃષ્ટિ કરી. ત્યારબાદ તેઓ બેલ્યા આહે? શક્તિ, અહે? ભક્તિ, અહે ? સુપાત્ર આગમન, આવા દુર્લભ વેગ ક્યાંથી બને ? વળી હે મહેદ્ર? આ લેકમાં ધન્યવાન અને પુણ્યભાજન તમેજ છે. આ ભવસાગરમાં જીને મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. તેમાં પણ સમર્થ પુરૂષાર્થને સિદ્ધ કરનાર એવું ઉત્તમ પુરૂષપણું તો ઘણું જ દુર્લભ છે. અને તેમાં વૈભવ એ સારામાં સારો મુખ્ય સાર ગણાય છે. જેના વિના અનેક વિશુદ્ધ ગુણો લોકમાં પવનથી ઉડતા શાહમલીન તલની લીલાને વહન કરે છે. વળી તે ધનમાં લુબ્ધ થએલા મુગ્ધ અને કૃપણ પુરૂષે મહા દુઃખે તેને મેળવીને પણ દાન બુદ્ધિ રહિત થયા છતાં તે સંપત્તિને ઈલ્સ (શેલડી )ના પુષ્પની માફક વિફલ કરે છે. કદાચિત મનુ ખ્યાને દાનબુદ્ધિ હોય, પરંતુ જે ગુણવાન શુભ પાત્રની પ્રાપ્તિ ન થાય તે તે ક્ષારભૂમિમાં વૃષ્ટિની માફક નિષ્ફળ જ થાય છે. દુર્ગતિમાં પડતા પિતાના અને પરના આત્માનું જે રક્ષણ કરે તે યથાર્થ પાત્ર ગણાય, વળી તે પાત્ર ત્રણ પ્રકારે સિદ્ધાન્તમાં બતાવેલ છે, તાથા
चारित्तनाणदंसण,-संजुतं हवइ उत्तमं पत्तं । दोहिं च मज्झमं तह, जहन्नमेगेण नायव्वं ॥ १ ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્ર યુક્ત જે હોય તે ઉત્તમ પાત્ર, જ્ઞાન અને દર્શન સંપન્ન હોય તે મધ્યમ અને કેવળ દર્શનયુક્ત હોય તે જઘન્ય ગણાય છે. માટે હે મહેદ્ર! આ સંસાર સાગરમાં યાનપાત્ર સામાન ઉત્તમપાત્ર જીનેશ્વર ભગવાનજ છે અને તે હારા પુણ્ય બળથી જ ત્યારે ત્યાં પધાર્યા છે. ઈત્યાદિક યથાર્થ વચને
For Private And Personal Use Only