________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
સુદિ છષ્ટ્રના રોજ પદ્મપ્રભુને દેરાસરમાં–દેરીમાં શ્રીનેમિસાગરજી તથા શ્રીમદ્ રવિસાગરજી અને શ્રીમદ્ સુખસાગરજીની પાદુકા સ્થાપવામાં આવી છે તેની પ્રતિષ્ઠા શ્રીબુદ્ધિસાગરસૂરિએ કરી છે. સાણંદમાં જૈનશાળા છે તેમાં બાળકે અને બાળાઓને ભણવવામાં આવે છે. સાણંદમાં મોટા દેરાના ઉપાશ્રયમાં એક જ્ઞાનભંડાર છે અને એક પદ્મપ્રભુના દેરાસરમાં સાગરગછીય જ્ઞાનભંડાર છે. ત્રણ ઉપાશ્રય છે. પૂર્વે હજારી માતા પાસે સાણંદ ગામ હતું. હાલ તેથી દૂર વસેલું દેખવામાં આવે છે. પાંચસે–સે વર્ષ પૂર્વનું સાણંદ ગામ હોય એમ જણાય છે. સાણંદમાં એક ભવ્ય પાંજરાપોળ છે, સાણંદમાં જૈનનાં પ્રાયઃ ત્રણ ઘર છે. ગેધાવીમાં શ્રી નેમિસાગરજી મહારાજની સાથે શ્રી રવિ
સાગરજી મહારાજ પધાર્યા હતા. ગેધાવીના ગોધાવી. સંઘે શ્રી નેમિસાગરજી અને શ્રી રવિસાગરજીને
સંવેગ માર્ગ પ્રવર્તાવવા સારી સાહાય આપી હતી. શ્રી રવિસાગરજી મહારાજે ગોધાવીમાં વીશના ઉપરાંત માસકલ્પ કર્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજે શેઠ વરચંદ દીપચંદને ભક્તિની પ્રેરણાથી આશીર્વાદ આપ્યો હતો તેથી શેઠ વીરચંદ દીપચંદ જૈન કેમમાં તથા સરકારમાં સારી પ્રતિષ્ઠા પામ્યા અને સુખી થયા. સાતસો વર્ષ ઉપરાંતનું ગેધાવી ગામ
www.kobatirth.org
For Private And Personal Use Only