________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવચંદ તરફથી કરવામાં આવ્યું હતું. મહા સુદિ ૧૩ ના રોજ સદરહુ શેઠ તરફથી નકારશી (શીરાની) કરવામાં આવી હતી. જેમાં ખર્ચ રૂા. ૧૩૦૦ને થયો હતો. જમણવાર બે ટંકને હતે. મહા શુદિ ૧૫ ની નેકારશી મેતા ઠાકરશી પંજા તરફથી કરવામાં આવી હતી. જેમાં ખર્ચ રૂા. ૧૦૫૦) ને થયે હતે. મહાવદિ ૧ ની નેકારશી માંડળવાળા વેરા ભયાચંદ અંબાવીદાસ તથા કરસનદાસ પિચાવાળા તરફથી થઈ હતી. રૂા. ૮૦૦) ખર્ચ થયા હતા. મહા વદિ ૨ ની નકારશી અમદાવાદવાળા માનચંદ વીરજી તરફથી શા. વાડીલાલ પાનાચંદે કરી હતી. રૂા. ૬૫૦) ખર્ચ થયા હતા. પ્રતિછાની પવિત્ર ક્રિયા મહાશુદિ ૧૩ ને રાજ દિવસના કલાક નવ ને ૪૭ પળે કરાવવામાં આવી હતી. આ વખતે હર્ષને પૂર્ણ દેખાવ ખીલ્યું હતું. માણસ આશરે પાંચ હજાર હતું. તેમજ નિર્વિબે પ્રતિષ્ઠા થઈ હતી. રથયાત્રાના તથા જલયાત્રાના ભારે વરઘોડાઓ ચડ્યા હતા. આ વખતે આ ઉક્ત મહાત્માના પૂર્ણ તેજ બળથી વિના સંકોચે ચડાવા વિગેરેની ઉપજમાં પરસ્પર પ્રેમ અને પૂર્ણ આનંદથી ત્રણે ગચ્છે એકત્ર મળી સારે ભાગ લીધો હતો. સર્વગચ્છના મનુષ્યએ પિતાની શક્તિ અનુસાર દ્રવ્યવ્યય કીધું હતું. ઉપજ વરઘોડાઓ વિગેરેની મળી પંદર હજારની થઈ હતી.
www.kobatirth.org
For Private And Personal Use Only