________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરજી વગેરે સાધુઓ હતા. વિ. સં. ૧૯૨૪ની સાલનું ચેમાસું શ્રીમાન ધર્મસાગરજીએ સાણંદમાં કર્યું તત્સમયે તેમના ઉપદેશથી ઘણી તપશ્ચર્યાઓ થઈ હતી. ૫ પાંચ માસખમણ ૬૦ સેળ ભથ્થા. ૧૦૦ સે અડ્રાઈઆ સિવાય, ૭––૫-૪–૩ વગેરે ઉપવાસ કરનારાઓ તે ઘણું હતા. તેમણે ઉપધાન વહેવરાવી શ્રાવકે અને શ્રાવિકાઓને માળારોપણ કર્યું હતું. વિ. સં. ૧૯૩૬ માં શ્રી ધર્મસાગરજીએ સાણંદમાં ચોમાસું કર્યું હતું. તત્સમયે નીચે પ્રમાણે તપશ્ચર્યાઓ થઈ હતી. ૨૧ માસખમણ ૨૦૦ બસે સેળભથ્થા, ૩૦૦ અને અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યાઓ ઘણી થઈ હતી. વિરમગામ, ગેધાવી, માંડલ, પાલનપુર, રામપુરા, વિજાપુર, મહેસાણું, પેથાપુર, પાટણ અને અમદાવાદ વગેરે ઠેકાણે શ્રીમાન ધર્મસાગરજીએ ચોમાસાં તથા માસકલ્પ કરી જૈનેને અત્યંત અસરકારક બેધ આપે હતો તથા ઘણુ તપશ્ચર્યા કરાવી હતી.
સં. ૧૯૪૦ ની સાલમાં સાણંદના સંઘના પૂર્ણ અત્યાગ્રહથી શ્રીમાન પાર્શ્વનાથ પ્રભુજીની મેટા દેરાસરે પ્રતિષ્ઠા કરાવવા સારૂ શ્રીમાન રવિસાગરજી મહારાજ, મણિસાગરજી તથા કલ્યાણસાગરજી મહારાજ પધાર્યા હતા. પિશ વદિ ૫ થી મહા વદિ ૨ સુધી પ્રતિષ્ઠા મહોત્સવની ભારે ધામધમ ચાલી હતી. આ પ્રસંગે પ્રતિષ્ઠાનું સર્વ ખર્ચ શેઠ દેલતચંદ
www.kobatirth.org
For Private And Personal Use Only