________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર સંઘાટકના વાસક્ષેપથી વાસિત કર્યા હતા. શ્રી રવિસાગર મહારાજે આ ગામમાં વીશના આશરે માસકલ્પ કર્યા હતા. આ ગામમાં શેઠ ઉગરચંદ મલકચંદને શ્રી રવિસાગર મહારાજે ધાર્મિક જ્ઞાનનો અભ્યાસ કરાવી ઉત્તમ શ્રાતા બનાવ્યા હતા, બીજા ખુશાલચંદ શેઠ શ્રી રવિસાગરજી મહારાજના પરમભક્ત શ્રાવક હતા. શ્રીરવિસાગરજી મહારાજના ઉપદેશથી રામપુરામાં દેરાસર, ઉપાશ્રય, અને દેવદ્રવ્ય વગેરે ખાતાઓના સારા સુધારા થયા હતા. શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી શા- ઝુમખરામ સંધજીની પુત્રી શિવબાઈએ અઢાર વર્ષની ઉંમરે સે. ૧૮૨૮ ની સાલમાં પાટણમાં દીક્ષા લીધી હતી, અને તે શ્રી રવિસાગરજી મહારાજની શિષ્યા થઈ તેનું નામ શિવશ્રી પાડવામાં આવ્યું હતું. શિવશ્રીએ કુમારી અવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. હાલ તેમની ઉંમર વૃદ્ધ છે. તેમને દીક્ષા પર્યાય ચુંમાલીશ વર્ષને થયો છે. શિવશ્રીની તિલકશ્રી વગેરે ઘણી શિષ્યાઓ થઈ છે. હાલ શિવશ્રી સાધ્વી કપડવણમાં છે. રામપુરામાં શ્રી રવિસાગરજી મહારાજના શિષ્ય રત્નસાગરજી મહારાજે ચોમાસું કર્યું હતું. શ્રી રત્નસાગરજી મહારાજે ઉગરચંદ મલુકને ધાર્મિક તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરાવ્યું હતું. શિવશ્રી સાધ્વીએ દશ પંદર ચોમાસાં કર્યો છે. શ્રી ધર્મસાગરજી મહારાજે રામપુરામાં ઘણાં ચમાસાં કર્યાં હતાં તથા શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only