________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંતિજમાં દેહત્સર્ગ કર્યો.શ્રી હીરસાગરજીએ પિતાનું મરણ ક્યારે થવાનું છે તે પૂર્વે જાણ્યું હતું. તેમનું શરીર નરમ રહેતું હતું. તેથી પ્રાંતિજના શ્રાવકોએ કહ્યું કે સાહેબજી આપની સેવા માટે મણિસાગરજીને વિનંતિ કરી તેડી લાવીએ. હીરસાગરજીએ કહ્યું કે ભલે તમે મણિસાગરજીને બેલાવો પણ મારી અને તેમની મુલાકાત થવાની નથી. શ્રી હીરસાગરજીએ પિતાનું મરણ ચેડા કલાકમાં થવાનું છે એમ જાણુને તે વખતે તે એકાકી હેવાથી શ્રાવકોને ઘેર કથરેટો આપી આવ્યા. બીજી વસ્તુએની પાસે રહેનારા સેનીઓને ભલામણ કરી. સોનીઓએ પૂછ્યું કે તમે ક્યા ગામ જવાના છે કે જેથી બધી વસ્તુઓ સને સોંપી દે છે અને અમને બાકીની વસ્તુઓની ભલામણ કરે છે. સોનીના વચનના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે આજ અમારે મેટા ગામ જવાનું છે. આ પ્રમાણે કથ્થા બાદ ઉપાશ્રયમાં આવી સાંજરેજ ચાર આહારનો ત્યાગ કરી સર્વ જીવોને ખમાવી સંથારે કર્યો. શ્રાવકોએ ઉપાશ્રયમાં આવી તપાસ કરી તે તેમની આવી દશા દેખી. પિતાના પુસ્તક પર મરણસંસ્કારની વિધિનું એક પાનું મૂકયું હતું, તે પણ શ્રાવકોએ દેખ્યું. શ્રી હીરસાગરજી ધ્યાનમાં આરૂઢ થઈને ઉચ્ચ શુદ્ધ પરિણામમાં લીન થઇ, તેજ રાત્રીના બાર વાગ્યાના આશરે દેહ છે, અને દેવકમાં ગયા. બીજા દિવસે તેમના શરીરને અગ્નિસં
www.kobatirth.org
For Private And Personal Use Only