________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
મહારાજ સાથે કેટલાંક ચોમાસાં કર્યો. પશ્ચાત તેઓએ ખંભાતમાં માસું કર્યું ત્યાંથી તેમણે કાનમમાં વિહાર કર્યો. તેમણે ભરૂચમાં ચોમાસું કરી ત્યાંથી તેઓશ્રી સુરત તરફ પધાર્યા. સુરતમાં તેમની પાસે સુરતના બારવ્રતધારી શ્રાવક કલ્યાણુંભાઈએ તથા ફુલચંદભાઈ શ્રેતાએ આગમેનું શ્રવણ કર્યું. સુરતમાં તેમણે ઘણું ચોમાસાં કર્યો. સુરતમાં શા. ચુનીલાલ છગનલાલને તેમણે પ્રકરણાદિકનો અભ્યાસ કરાવ્યો હતે. રાંદેર, નવસારી, દમણ, ગણદેવી વગેરે ગામોમાં તેમણે માસાં કરી સુરત જીલ્લાના જેનોમાં અનેક સુધારા વધારા કરાવ્યા. સુરત તરફના જીલ્લામાં શ્રીમાન રત્નસાગરજીએ ત્રીશ વર્ષપર્યંત ઉપદેશ દેઈને સુરત જીલ્લાના જમાં અનેક જાતના સુધારા વધારા કર્યા. પન્યાસ સિદ્ધિવિજયજીને તથા રૂદ્ધિવિજયજીને તથા મોહનલાલજીના શિષ્ય વગેરેને તેઓશ્રીએ અંતઃકરણની લાગણપૂર્વક અભ્યાસ કરાવ્યો હતો. સુરતમાં ખેમચંદ મેળાપભાઈની વાડીમાં તથા નેમુભાઈ મેળાપચંદની વાડીમાં તેમણે ઘણું ચેમાસાં કર્યા હતાં. તેઓશ્રી પિસ્તાલીશ આગમ વગેરે સિદ્ધતિ ગ્રન્થના જ્ઞાતા હતા. તેઓશ્રીએ ગણદેવીમાં સ્વર્ગગમન કર્યું. ગણદેવીના સંઘે એક દેરી કરાવી તેમાં તેમની પાદુકા પધરાવી છે. સં. ૧૮૫૭ માં અમારું સુરતમાં ચોમાસું થયું તે વખતે શ્રી રત્નસાગરજી પાઠશાલા સ્થાપન કરવામાં આવી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only