________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S}
બાદ તેમણે કડી ભાયણી તરફ વિહાર કર્યાં. સં. ૧૯૫૬ ના વૈશાખ સુદિ આઠમે તેમણે ઝટાણા પાસે તેલાવી ગામમાં દેહાત્સર્ગ કર્યાં. તેર વર્ષ તેમણે દીક્ષા પાળી. તેઓશ્રી વિદ્વાન, તપસ્તી, ત્યાગી, વૈરાગી, અને ક્રિયાપાત્ર મુનિવર હતા. અઠ્ઠાઇ કરીને પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. ઓળીના નવ દિવસના ઉપવાસ કરીને વ્યાખ્યાન વાંચતા હતા. પૂજા ભણાવવામાં તેમના જેવા રાગ અને ભાવના ઉલ્લાસ અમે હજુ સુધી કોઇ ઠેકાણે દીઠો નથી. તે સરલ હૃદયના અને કવિ હતા. તેમને બુલંદ અવાજ હતો. અધ્યાત્મજ્ઞાન રસિક હતા. તેમનું વ્યાખ્યાન તથા પૂજાએને અમે સાંબળી છે. શ્રી ભાવસાગરજી મહારાજના એ શિષ્ય છે. એક જ્ઞાનસાગર્જી, બીજા ન્યાયસાગરજી તેમાં શ્રીમાન જ્ઞાનસાગરજીએ ચાણુસમા, ભાવનગર, પાલીતાણા, ડીસા, વાવ, રાણપુર, લીંબડી, મહુવા, ધેાધા, વાલુકડ વગેરે ઠેકાણે આજ સુધીનાં ચેામાસાં કયા છે. અન્ને શિષ્ય હાલ વિધમાન છે.
શ્રી રત્નસાગરજી મહારાજ સંસારીપણામાં પાટણના રહીશ શ્રાવક હતા. તેમનું નામ રામચંદશાહ હતું. શ્રીમાન્ સં. ૧૯૧૭ ની સાલમાં પાટણમાં તેમણે રત્નસાગરજી શ્રીમદ્ રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમણે શ્રીમાન રવિસાગરજી
www.kobatirth.org
For Private And Personal Use Only