________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ સુધી સંયમ માર્ગ આરાધ્ધ, વૃદ્ધ પરંપરાની વાત પણ તેઓ સારી રીતે વૃદ્ધ હેવાથી જાણતા હતા. મહારાજજી સાહેબને વિહાર અમદાવાદથી તે ઠેઠ પાલણપુર, ઈડર, પ્રાંતીજ, વિરમગામ, માંડલ, વીજાપુર, માણસા, મહેસાણુ, કટાસણ, જોટાણા, ચાણસમા અને સાણંદ વગેરે ઠેકાણે ઘણે થતો હતે. જે ગામમાં તેમનું પધારવું થયું હતું. ત્યાં ચંદરવા ચુલાઊપર બાંધવાની લેકની ઘણું કાળજી હતી. તેમના શરીરને જે ઠેકાણે અગ્નિસંસ્કાર કર્યો, તે ઠેકાણે હાલ મેહેસાણુના સંઘે શેઠ વીરચંદભાઈ દીપચંદભાઈ વગેરેની મદદથી એક આરસપાષાણની દેરી બાંધી તેમાં પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજની પાદુકા સંવત ૧૮૫૬ ના માગસર સુદ ૬ સ્થાપન કરી છે. તેમના શિષ્ય શ્રીમાન સુખસાગરજી હાલ તેમની પાછળ પટ્ટધર થયા. તેમણે ગુરૂ મહારાજ સાહેબની સારી સેવા ચાકરી કરી હતી. હાલ પણ સર્વ સાધુઓ તેમની વૈયાવચ્ચ સંબંધી પ્રશંસા કરે છે. એવું શ્રીરવિસાગરજી મહારાજના ચરિત્રમાં મતિવિભ્રમથી જે કંઈ ભૂલચૂક થઈ હોય તે સુધારી વાંચશો.
મહારાજજીએ જે જે ઠેકાણે વિહાર કર્યો હતો, અને ચેમાસાં કર્યાં હતાં. તે ગામના સંધ ઉપર કાગળ લખી હકીકત મંગાવી આ ચરિત્ર લખ્યું છે. બનતા પ્રયાસે આ ચરિત્ર તૈયાર કરી તેમના ગુણેનું સ્મરણ કરી તેમને પ્રશિષ્ય ગુરૂના ગુણ ગાઈ આનંદ માને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only