________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાવલું, રૂપાનાં કુલ વગેરે ઉછાળવામાં આવ્યાં. ચૌટા તરફથી પાલખી દક્ષિણ દિશા તરફ લીધી. આ વખતે બે વાગ્યાને સુમાર હતા. તડકે સખત હતે. આકાશ શાંત હતું. પક્ષી એ પોતાના માળામાં બેઠાં બેઠાં નિરવશાન્તિ લેતાં હતાં. પાલખી ધારેલા ખેતરમાં આવી પહોંચી. સુખડનાં લાકડાં વગેરે અગ્નિસંસ્કારનો સામાન તૈયાર હતા. સાડાત્રણ વાગ્યાના આશરે મહારાજજીના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આ
મહારાજજીના મરણની તિથિની યાદગીરી સારૂ નવકારશી નીમવામાં આવી, અને તે દિવસે આખા ગામમાં હડતાલ પાળી. તેજ દિવસે માણસા, વીજાપુર, સાણંદ, ગોધાવી, અમદાવાદ, માંડળ, જોટાણા, પાલનપુર, પ્રાંતીજ, પેથાપુર, પાટણ, વિસનગર, અને વીરમગામ વગેરે ગામમાં હડતાલ પાડવામાં આવી. અગ્નિસંસ્કાર કર્યા બાદ સકળ સંઘે ઉપાશ્રય આવી દેવવંદન કર્યું. બીજા દિવસથી અઠ્ઠાઈ મહેચ્છવ શરૂ કર્યો.
આ પરમ પૂજ્ય મુનિરાજ સ્વભાવે શાંત, અનુભવી, વૈરાગી, ઠીંગણું ઘાટના ત્યાગી, શરીરે મજબૂત, સંકટમાં ધૈર્યવંત, માણસની પરીક્ષા કરનાર, ક્રિયાકાંડમાં પ્રવીણ, સંવેગી, શુદ્ધ ધર્મોપદેશક હતા. મુનિરાજ શ્રીમદ્ આત્મારામજી તથા શ્રીમદ્ મેહનલાલજી મહારાજ વગેરે આ મહાત્માની ચારિત્ર પાળવા સંબંધી ઘણી પ્રશંસા કરતા હતા. એકંદર મહારાજજીએ સુડતાલીસ
www.kobatirth.org
For Private And Personal Use Only