________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણુના સંધે સાણંદ, ગેધાવી, વિરમગામ, વીજાપુર, મુંબઈ, સુરત, વડોદરા, માંડલ, વડનગર, વિસનગર, ખેરાળુ,
રામપુરા, જોધપુર, પાટણ, પાલનપુર, માણસા, મરણકિયા પ્રાંતીજ, પેથાપુર, અમદાવાદ શેઠ વીરચંદભાઈ વિધિ. દીપચંદ વગેરે ઉપર તાર ધારાએ મહારાજજીના
મૃત્યુના સમાચાર જણાવ્યા. સંઘે થોડા વખતમાં જરીયાનની પાલખી સુશોભિત તૈયાર કરાવી. મહારાજના શરીરને અગ્નિસંસ્કાર કરવા સારૂ ગામથી દક્ષિણ દિશામાં તેજ વખતે એક ખેતર વેચાતું લીધું. મહારાજજીના શરીરને ઉપાશ્રયમાં એક થાંભલાની પાસે બાજોઠ ઉપર પધરાવ્યું અને રજોહરણ મુહપત્તિ વગેરે સ્થાપન કર્યા. અગીયાર વાગ્યાના આશરે અમદાવાદથી શેઠ વીરચંદભાઈ દીપચંદ વગેરે સંધના આગેવાન ગ્રહસ્થ આવ્યા. પાલખી તૈયાર થઈ ગામના લોકે દાન કરવા આવવા લાગ્યા. શ્રાવક શ્રાવિકાઓને દીલગીરી ઘણું થઈ બ્રાહ્મણ, ભાટ, છીપા વગેરે લોકો પણ દર્શન કરી ઉદાસ થઈ ગયા. અને કહેવા લાગ્યા કે અહે આ મહાત્મા પુરૂષને ધન્ય છે, કે જેણે સાધુપણું અખંડ પાળ્યું. મહારાજજીના શરીરને પાલખીમાં પધરાવ્યું, આ ઉપાશ્રય માણસેથી શીકાર ભરાઈ ગયો હતે. શ્રી રવિસાગરજી મહારાજે સ્વર્ગગમન કર્યું એવા સમાચારની ખબર પડતાં આસ
www.kobatirth.org
For Private And Personal Use Only