________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ અવસ્થા હતી તેમજ વિહારમાં અશક્ત થયા હતા. તેપણ ઉપયોગ સારે હતું. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરી રણુસણ, લોદ્રા, આજેલ અને માણસા વગેરે ઠેકાણે વિહાર કરતા મેહેસાણા તરફ પધાર્યા. તેમની સેવા ચાકરીમાં મુનિશ્રી સુખસાગરજી તથા ભાવસાગરજી પાસે હતા. સંવત ૧૮૪૬ ની સાલનું ચોમાસું મહેસાણામાં કર્યું. ત્યાં જૈન શાસનની સારી ઉન્નતિ થઈ હતી. સંવત્ ૧૯૪૭ ની સાલનું ચોમાસું પાટણમાં કર્યું મુનિશ્રી રવિસાગરજીએ સંવત ૧૯૧૫ ની તથા સં. ૧૯૧૭ ની સાલમાં પાટણમાં માસકલ્પ કર્યા હતા અને ઉપધાનમાં અઢારીયાં વહેવરાવી માળ પહેરાવી હતી. સં. ૧૯૨૬ માં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે તેમની સાથે તેમના શિષ્ય શાન્તિસાગરજી ગુણસાગરજી તથા વિનીતસાગરજી હતા. સં. ૧૯૩૪ ની સાલમાં પાટણમાં શ્રી રવિસાગરજી મહારાજે
મારું કર્યું અને ચૈત્ર માસમાં શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનની માળા પહેરાવી હતી. સં. ૧૮૩૭ માં શ્રી રવિસાગરજી મહારાજે પાટણમાં ચોમાસું કર્યું અને ઉપધાન વહેવરાવી ચૈત્ર માસમાં માળા પહેરાવી હતી. સં. ૧૯૪૨ ની સાલમાં પાટણમાં સ્વશિષ્ય કલ્યાણસાગરજીની સાથે બે માસ ઉપરાંત રહ્યા હતા. સં. ૧૮૪૭ ની સાલમાં પાટણમાં ચોમાસું કર્યું તે વખતે સ્વશિષ્ય ભવસાગરજી તથા શ્રી સુખસાગરજી સાથે
www.kobatirth.org
For Private And Personal Use Only