________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
ઘેટાલે હતું તે કાઢી નંખાવ્યું. સંવત ૧૮૧૭ ની સાલમાં પાટણના શ્રાવક રામચંદશાહને દીક્ષા આપી રત્નસાગરજી નામ આપ્યું. આ રત્નસાગરજી મહારાજે સુરતમાં ઘણાં ચેમાસા કર્યા. નવસારી, ગણદેવી, દમણ, રાંદેર, રામપુરા વગેરે ઠેકાણે ચોમાસાં કરી વિચરી ઘણું જીવોને ધર્મોપદેશ આપ્યો. સાસ્ત્રના પારંગામી હતા. શ્રી સિદ્ધિવિજયજી પણ તેમની પાસે રહી અભ્યાસ કરતા હતા. સુરત બંદરમાં શ્રાવક વર્ગને સારે ધાર્મોપદેશ આવ્યો. આજ પણ ત્યાંને સંઘ રત્નસાગરજીને ઘણીવાર યાદ કરે છે. તેમના નામના નામની યાદગીરી સારૂ સુરતની પાઠશાલામાં રત્નસાગરજી પાઠશાલા નામ જોડવામાં આવ્યું છે. તેઓશ્રી સાધુ શ્રાવકને ભણાવવામાં ઘણે વખત ગાળતા. તેમણે ગણદેવીમાં દેહત્સર્ગ કર્યો. સંવત ૧૮૧૮ ના ફાગણ સુદ બીજના રોજ રાધનપુર મધ્યે, પાટણના પારેખ ખુશાલચંદને દીક્ષા આપી પ્રેમસાગર નામ આપ્યું. ત્યાંથી વિહાર કરી પ્રાંતિજ એક માસ રહ્યા હતા. જેઠ માસમાં પાલનપુર પધાર્યા, અને ચોમાસું પણ ત્યાં જ કર્યું. માસું ઉતર્યા બાદ માહ મહીનામાં પાલનપુરમાં ખેમસાગરજીને વડી દીક્ષા આપી, અને ત્યાંથી ઇડર તરફ વિહાર કર્યો. : ઇડર ગામમાં જતીઓનું ઘણું જોર હતું કે ત્યાં સંવેગી કઈ ઉતરી શકે નહિ, પણ આ મહાત્માના પ્રતાપથી શ્રાવક
www.kobatirth.org
For Private And Personal Use Only