________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરના અશક્તપણથી ઘણે વખત રહ્યા હતા, અને દેહસર્ગ પણ ત્યાં કર્યો. સંવત ૧૮૬૧ની સાલમાં શ્રી નેમિસાગરજી સાથે રવિસાગરજી સમી મુજપર પધાર્યા. ત્યાં ધર્મદેશના આપી ધર્મમાં જોડ્યા. સંવત ૧૮૧૨ ની સાલમાં કપૂરસાગરજી તથા વિવેકસાગરજી સાથે પેથાપુરમાં રવિસાગરજીએ ચોમાસું કર્યું. સંવત ૧૯૧૩ની સાલમાં વિરમગામમાં એક માસ રહી અન્યત્ર વિહાર કર્યો.
શ્રી નેમિસાગરજી મહારાજે મુજપર ગામમાં સ. ૧૮૧૩ ની સાલમાં દેહોત્સર્ગ કર્યો. મરતી વખતે તેમણે શ્રી રવિસાગરજીને ગચ્છની ભલામણ કરી હતી. ગુરૂમહારાજના મરણથી શ્રી રવિસાગરજી ખેદ કરવા લાગ્યા પણ ભાવી બળવાન વિચારી આત્મસ્વરૂપમાં રમવા લાગ્યા. કેશરીયાજીને વૃત્તાંતમાં સં. ૧૮૧૩ ની સાલમાં કાળ કર્યો એમ લખ્યું છે.
સંવત ૧૮૧૪ ના માહ મહીનામાં શ્રી રવિસાગરજી બારેજાએ પધાર્યા. ત્યાં અમદાવાદના દેવશાના પાડાના એક દશાશ્રીમાલીને દીક્ષા આપી તેનું નામ હીરસાગરજી પાડયું. ત્યાં એક દિવસ રહી વિહાર કર્યો. મારું સાણંદમાં કર્યું. ત્યાં ઘણું ધર્મની ઉન્નતિ થઈ. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરી વીરમગામ, માંડલ, પાલનપુર, ડીસા વગેરે ઠેકાણે વિહાર કરી ભવ્ય જીવોને ઉપદેશ આપવા લાગ્યા. વીરમગામમાં દેવદ્રવ્યને
www.kobatirth.org
For Private And Personal Use Only