________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજારે જેને આ બનાવ દેખવાને ત્યાં આવ્યા. ત્યાં રૂખમણું શેઠાણી, સુરજમલશેઠ તથા અન્ય ઝવેરીવાડના આગેવાન શ્રાવકો આવ્યા. રૂખમણી શેઠાણીએ તેમના પિતા અને માતાજીને સમજાવ્યા અને રવિસાગરજી મહારાજને વાજતે ગાજતે ઉપાશ્રયમાં શ્રી નેમિસાગરજી મહારાજ પાસે લાવ્યા. શ્રી નેમિસાગરજીએ તેમને ક્રિયા કરાવી વાસક્ષેપ કરી શિષ્ય તરીકે સંધ સમક્ષ સ્થાપન કર્યા. શ્રી નેમિસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમનું ગુરૂએ રવિસાગરજી નામ આપ્યું.
ત્યાં બે ત્રણ દિવસ રહી શ્રી લીબડી તરફ વડી દીક્ષા વિહાર કર્યો. પિશ માસમાં લીંબડી પધાર્યા. લીંબડીમાં ત્યાંના શ્રાવકોએ મહટે ઉચ્છવ કર્યો, અને ત્યાં
વડી દીક્ષા લીધી. લીંબડીના સંઘના આગ્રહ થકી ત્યાં બે માસ રહ્યા. ઉષ્ણ ઋતુમાં લીંબડીથી વિહાર કર્યો. અનુક્રમે સાણંદ પધાર્યા. સં. ૧૮૦૭ની સાલમાં સાણંદ સંઘના આગ્રહથી શ્રી નેમિસાગરજી તથા શ્રી પુરસાગરજી સાથે સાણંદમાં ચોમાસું કર્યું. એમાસામાં ધર્મોપદેશ દેઈ ઘણું જીવોપર ઉપકાર કર્યો. મારું ઉતર્યા બાદ પેથાપુર પધાર્યા હતા.
સંવત ૧૯૧૦ ની સાલમાં શ્રી નેમિસાગરજીએ પેથાપુરમાં એક શ્રાવકને દીક્ષા આપી ધર્મસાગરજી નામ પાડયું, આ મુનિરાજ મહારાજ વૃદ્ધાવસ્થામાં અમદાવાદમાં આંબલીપળે
www.kobatirth.org
For Private And Personal Use Only