________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતી વખતે કેમ સાથે આવતું નથી. તારૂ તારી પાસે આત્મામાં રહેલું છે. જે જે આંખે કરી દેખાય છે તેમાં હે ચેતન તારું કંઈ નથી. ઘર, હવેલી, રાજ્ય વગેરે છાંડી અને નેક માણસે મરી ગયા, કોઈ દેખાતી વસ્તુઓને સાથે લઈ જતું નથી. સંસારનું સુખ મધુબિંદુ સમાન છે, અને સંસારમાં દુઃખને પાર નથી. સંસારની મેટાઈથી જે માણસ રાજી થાય છે તે બહિરાત્મા જાણવો. ધન, કુટુંબ, પુત્રાદિને મમત્વ ત્યાગ કર્યા વિના આત્માનું હિત થઈ શકતું નથી. માટે તેને ત્યાગ કરી દીક્ષા લેવી તે સાર છે. ઇત્યાદિ ઉપદેશસારથી રવચંદજી વૈરાગી થયા, અને
દીક્ષા લેવાને તેમણે વિચાર કર્યો. વૈરાગ્યના દીક્ષા ત્રણ પ્રકાર છે. ૧ મેહગર્ભિત વૈરાગ્ય, ૨ દુઃખ
ગર્ભિત વૈરાગ્ય, ૩ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. ઉત્તમ પુરૂષોને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. રવચંદજીને સંસારમાં ચેન પડવા લાગ્યું નહિ. માતાએ તથા પિતાએ જાણ્યું કે આપણે પુત્ર વૈરાગી છે. માટે કોણ જાણે સંસારમાં રહેશે કે નહિ. પિતે પણ માતપિતાને આ સંસારનું વિચિત્ર સ્વરૂપ સમજાવતા હતા. અંતરાય કર્મ માર્ગ આપવાથી અને એકદમ વિલાસ વધવાથી સંવત ૧૯૦૭ ના માગશર શુદિ ૧૧ ના રોજ નિશાળમાં સ્વગૃહમાં સાધુને વેષ લેઈ બેઠા.
www.kobatirth.org
For Private And Personal Use Only