________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०
આત્માના ગુણાની ઉન્નતિ કરવી અને સર્વ દુઃખોથી મુક્ત થવું એજ છે એમ તેમને પૂર્ણ અનુભવ થયા. ગુરૂએ તેમને યેગ્ય જાણી ચારિત્ર માર્ગનો ઉપદેશ દેવા માંડયા. ગુરૂના ઉપદેશ. રવચંદજીને ગુરૂએ કહ્યું કે, હે રવચંદજી ! સંસારમાં કોઇ ખાદ્ય પદાર્થથી સુખ મળવાતું નથી. સત્તા, ધન, અને અન્ય વૈષયિક પદાર્થોથી વાસ્તવિક સુખ કોને થયું નથી અને થનાર નથી. સંસારમાં સુખ નથી છતાં સુખ છે એવી મેહના બળે ભ્રાંતિ થાય છે. ચક્રવર્તિ સરખા પણ છેવટે હાય અમને ખરેખરૂં સુખ મળ્યું નહિ એમ પોકારા કરી મૃત્યુના મુખમાં સપડાયા છે. ખાદ્યપદાર્થોની આસક્તિથી દુઃખ ઉત્પન્ન થાય છે પણ વાસ્તવિક સુખ થતું નથી. વને ચોરાશીલક્ષ વયોનિમાં પરિભ્રમણ કરાવનારા--રાગદ્વેષ એ એ મહા યેદ્દા છે. રાગ અને દ્વેષને નાશ કર્યાવિના કદાપિ સત્યજ્ઞાન્તિ પ્રાપ્ત થવાની નથી. વૈરાગ્ય ત્યાગથી પંચમહાવ્રત અંગીકાર કરીને આ સંસારમાંથી અનેક મહાત્માઓ મુક્ત થયા, થાય છે અને થશે. માન દર્શન અને ચારિત્રની આરાધનાવડે માહને જીતી શકાય છે. સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરવાથી સર્વ પ્રકારના પાપામાંથી મુક્ત થવાય છે, સર્વ સંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિથી આશ્રવના રાધ થાય છે અને આશ્રવના રાધ થવાથી સકલ
www.kobatirth.org
For Private And Personal Use Only