________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીને સાથે લઈ, નેમિસાગરજી મહારાજનાં દર્શન કરવા જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજ પાસે રવચંદજી પ્રતિક્રમણ વગેરેના અભ્યાસ કરવા જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના જેમ જેમ વિશેષ પરિચયમાં આવ્યા તેમ તેમ વચંદજીને દેવગુરૂ ધર્મપર વિશેષ શ્રદ્ધા પ્રીતિ વધવા લાગી. તેમના ગુરૂ શ્રી નેમિસાગરજી મહારાજના ઉપર તેમની અત્યંત શ્રદ્દાભક્તિ વધવા લાગી. સામાયક, પાષધ, અને પ્રતિક્રમણની ક્રિયાએ કરવા માટે તેએ ગુરૂપાસે જતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજજી શેઠ સુરજમન્નના ડહેલામાં ઉતરતા હતા. તે જગ્યાને શેડ ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કરવાથી તે - અલીપાળના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. શ્રીમાન મુનિરાજ શ્રી નેમિસાગરજી મહારાજના મેળાપથી શ્રી નેમિસાગરજી તેમનામાં જ્ઞાનદર્શન ચારિત્રની રૂચિ વધવા ગુરૂના મેળાપ લાગી. દિવસે અને રાત્રીએ જ્યારે વખત મળે ત્યારે તે સ્વગુરૂજી પાસે ગમન કરી અનુભવ જ્ઞાન અને અભિનવ જ્ઞાન મેળવતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના અપૂર્વ ઉપદેશથી રવચંદજીના હૃદયમાં વૈરાગ્યની અસર વધવા લાગી. સાંસારિક વિષયસુખની ક્ષણિ-કતા તેમના હૃદયમાં બરાબર સમજાઈ અને તેથી તેમનું મન ઉદાસીન રહેવા લાગ્યું. મનુષ્યભવને મુખ્ય ઉદ્દેશ ખરેખર
For Private And Personal Use Only