________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
માતાનું નામ જડાવબાઈ હતું. તેમની સ્ત્રીનું નામ હરકેારબાઇ હતું. તેમણે સંવત્ ૧૯૦૮ની સાલમાં પાલણપુરમાં ૩૮ ઓગણચાલીશ વર્ષની વયે શ્રી નેમિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમણે શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યાં હતા. શ્રીમાન્ વિસાગરજી મહારાજની સાથે તેમણે ઘણાં ચામાસાં કર્યા હતાં. પશ્ચાત્ પટ્ટધર શ્રીમાન વિસાગરજી મહારાજની આજ્ઞાથી વૃદ્ધાવસ્થામાં અમદાવાદમાં પાંજરાપેાળના ઉપાશ્રયે પન્નર વીશ લગભગ ચામાસાં કર્યા હતાં. શ્રીમાન રાજેન્દ્રસૂરિ અને શ્રીમાન આચાર્ય આત્મારામજીએ અમદાવાદમાં ચામાસાં કયા ત્યારે તેમણે પાંજરાપોળના ઉપાશ્રયે ચેામાસું કર્યું હતું અને બન્નેની જ્ઞાનચર્ચા શ્રવણુ કરવામાં તેમણે સારા ભાગ લીધા હતા તેમણે સં. ૧૭૪૭ માં સત્તાત્તેર વર્ષની ઉમરે અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. તેમણે જ્ઞાનપુસ્તકના ભંડાર કર્યાં હતા તે સં. ૧૯૬૭ સુધી પાંજરાપાળના ઉપાશ્રયમાં હયાત હતા. તેએ શ્રી સંધાણાના અધિપતિ શ્રી રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલનાર–વૈરાગીત્યાગી—ક્રિયાપાત્ર આત્માર્થી મહાવ્રતી મુનિવર હતા.
શ્રી નેમિસાગરજી મહારાજ સાહેબના ગૌતમસાગરજી નામના શિષ્ય થયા તેમના શિષ્ય શ્રી શ્રી આતમસાગરજી, ઝવેર સાગરજી થયા. શ્રીમાન્ ઝવેર
www.kobatirth.org
For Private And Personal Use Only