________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
કરેલાં છે ત્યાંના હાલ વિદ્યમાન શ્રાવકો તેમનું નામ સાંભળતાં તેમના ગુણ ગાવા મંડી જાય છે. શ્રીમદ્ નેમિસાગરજી મહારાજના શિષ્ય શ્રી પૂરસાગરજી,
વૈરાગી, ત્યાગી, સેભાગી, ક્રિયાપાત્ર, તપશી કપૂરસાગરજી સ્વી, એક વખત આહાર કરનાર અને મહારાજ, ચારિત્રમાં એક નિષ્ઠાવાળા હતા. શ્રીમદ્
નેમિસાગરજી મહારાજનાં પાસાં સદા તે સેવ્યા કરતા હતા. તેઓ ગુરુભક્ત–ગુજ્ઞાપાલક હતા. તેઓ સૂર્યની આતાપના ખરા બપેટે લેતા હતા. શુદ્ધ ગોચરી વહારવામાં તેઓ ગુરુના પગલે ચાલનારા હતા. સં. ૧૮૨૧ ઉપર કેટલાંક વર્ષો સુધી કપૂરસાગરજી હયાત હતા. વૈરાગ્ય ત્યાગ અને ચારિત્ર ક્રિયાની જીવતી મૂર્તિરૂપ તેઓ હતા. ગુરુની સાથે સદા વિહારમાં રહેતા હતા જ. ગુરુના પર અત્યંત પ્રેમ શ્રદ્ધાને "ધારણ કરનારા હતા. શ્રી નેમિસાગરજી મહારાજના સ્વગમન પશ્ચાત તેઓ પટ્ટધર શ્રીમદ્ રવિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતા હતા. શ્રી નેમિસાગરજીના સ્વર્ગગમન પશ્ચાત કેટલાક વર્ષે તેઓએ સ્વર્ગગમન કર્યું. શ્રી વિવેકસાગરજીનું સંસારીપણુનું બહેચરદાસ નામ હતું.
તેઓની જન્મભૂમિ અમદાવાદ હતી. શ્રી વિવેકસાગરજી. તેમના પિતાનું નામ નથુભાઈ અને
www.kobatirth.org
For Private And Personal Use Only