________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
તેમના કથવા પ્રમાણે તેઓ શ્રી સંખેશ્વરની યાત્રા કરવા માટે ગયા અને યાત્રા કરીને મુજપુરમાં આવતાં ત્યાં દેહત્સર્ગ કરીને સ્વર્ગગમન સં. ૧૮૧૩ ચૈત્ર માસમાં કર્યું. તેમણે છેલ્લા સમયે મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજને પિતાના પટ્ટપર સ્થાપન કરીને ગ૭–સંઘાડાની ભલામણ, તેમને કરી. શ્રીમદ્ નેમિસાગરજી મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીમદ્ રવિસાગરજી મહારાજે પટ્ટધર થઇને સંધાડાના સાધુઓ અને સાધ્વીઓને સંયમમાર્ગમાં પ્રવર્તાવ્યા.
શ્રીમદ્ મુનિરાજ શ્રી નેમિ મુનિસાગરજી મહારાજ સત્યાગ્રહી અને અત્યંત નિર્ભય હતા. તેઓ સત્યવક્તા હતા. ગમેતેવાને નિડરપણે સત્ય કહેતા હતા. ચારિત્ર માર્ગમાં અત્યંત તીર્ણ હતા તેથી તે કોઈના તેજમાં અંજાઈ જતા નહોતા. પન્યાસો, શ્રી પૂજ્ય અને નગરશેઠીયાઓ જેવાઓની સ્પૃહા રાખ્યા વિના શુદ્ધ ચારિત્ર માર્ગને ઉપદેશ દેતા હતા. તેમને સાધુઓ અને સાધ્વીઓ પર ઘણે દાબ હતો. તેમની આજ્ઞા પ્રમાણે સર્વ સાધુઓ અને સાધ્વીઓ પ્રવર્તતી હતી. તેમની આજ્ઞા પ્રમાણે ભક્ત શ્રાવકો અને શ્રાવિકાઓ ધર્મમાર્ગમાં પ્રવર્તતી હતી. તેમની તે જમાનામાં અત્યંત આવશ્યકતા હતી. તેમના શ્રાવકે અને તેમની શ્રાવિકાઓની તેમના પર એવી દઢ શ્રદ્ધા હતી કે તેમની ભક્તિમાટે ધન વગેરેને વ્યય કરવામાં અને આત્મભેગ
www.kobatirth.org
For Private And Personal Use Only