________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શેઠીયાઓ, વગેરે સંધ તથા આણંદ, ગોધાવી, વિરમગામ, શમપુરા, માંડલ, મહેસાણા, ચાણસમા, પાલનપુર, પાટણ, વિજાપુર, માણસા, પ્રાંતિજ, ઇડર, અને પેથાપુર વગેરે શહેર અને ગામાના સંધ હતા. તેમની શ્રાવિકાઓમાં રૂખમણી શેઠાણી, શેઠ દલપતભાઇ ભગુભાઇની માતુશ્રી હરકાર શેઠાણી, અને મેાતિકુંવર શેઠાણી વગેરે શ્રાવિકાઓ હતી.
શ્રી નેમિસાગર મહારાજે જ્યાતિષ વગેરેના સારી રીતે અભ્યાસ કર્યાં હતા. મેસાણા, પેથાપુરમાં કેટલાક શ્રાવકોને તેમના ભવિષ્ય ભાખેલાના સારી રીતે અનુભવ થયા હતા; અને તેથી તેઓશ્રીના ધણા રાગી ભક્ત શ્રાવકા અન્યા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાત્રી પદ્માવતી દેવીની તેએએ ઉપાસના કરી હતી તેથી પદ્માવતીદેવી તેમની સહાયકારક અની હતી તે ખાખતને તેમના ભક્ત શ્રાવકાને સારી રીતે અનુભવ થયા હતા. નરાડામાં પદ્માવની મૂર્તિ સમક્ષ તેમણે શેઠ દલપતભાઈ ભગુભાઇની માને કહ્યું હતું કે તારા પુત્ર વીશલાખની આશાની થશે તથા સિદ્ધાચલને સંધ કહાડશે. તેમનું કહેલું ભવિષ્ય બરાબર સત્ય થયું. પેથાપુરમાં તેમણે છેલ્લું ભાષણ કાગણમાસની ચાદશે કર્યું હતું. તેમનું અનુપયોગે ભાષણ તે વખતે એક બાબતમાં થયું તેથી તેમણે પેથાપુરના શ્રાવકાને કહ્યું હતું કે હવે અલ્પ સમયમાં શરીરને ત્યાગ થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only