________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે લાકડાં આપ્યાં છે. નગરાજજીએ કહ્યું કે એ અન્યાય થ. ન્યાયસંપન્ન વૈભવથી ધર્મબુદ્ધિની શુદ્ધિ રહે છે અને પ્રમાદને નાશ થાય છે. નગરાજજીએ તે વખતે વૈરાગી ત્યાગી એવા મયાસાગરજી નામના મુનિવર કે જેઓ સાગર ગચ્છના ઉપાશ્રયમાં રહેતા હતા. તેમની પાસે સંવત ૧૮૦૩ માં (કોઇના કહેવા પ્રમાણે સં. ૧૮૦૦) દીક્ષા અંગીકાર કરીને ગુજરાતમાં પ્રસરેલી ચારિત્ર શિથિલતાને હઠાવવારૂપ ક્રિયાદ્ધાર કર્યો. તેમનું નેમિસાગરજી એવું નામ પ્રસિદ્ધ થયું. રૂખમણી શેઠાણીને શ્રી નેમિસાગરજી મહારાજપર પૂર્ણ શ્રદ્ધા બેઠી હતી તથા શેઠ દલપતભાઈ ભગુભાઈની માતાને પૂર્ણ શ્રદ્ધા બેઠી હતી. એક વખતે હેમાભાઈ શેઠે રૂખમણી શેઠાણીને કહ્યું કે નગરાજજીએ અમદાવાદમાં વઘર ઘાલ્યા. વઘર ઘાલ્યા એમ કહેવાનું કારણ હતું કે શ્રી નેમિસાગરજી મહારાજના રાગી શ્રાવકો શિથિલાચારીઓને નમતા નહોતા તેથી યતિએ–શ્રી પૂજ્ય વગેરે શ્રી નેમિસાગરજીની સામા થયા તેથી અમદાવાદના સંઘમાં બે પક્ષ પડ્યા હતા. આવું હેમાભાઈના કહેવાથી રૂખમણી શેઠાણીનું દિલ દુઃખાયું અને કહ્યું કે હુતો શ્રી નેમિસાગરજીપર પૂર્ણ શ્રદ્ધા ભકિત ધારણ કરું છું. તમારા કરતાં હું ગુસને વિશેષ ગણું છું. ગુરુ તે ભવભવના ઉપકારી છે. રૂખમણ શેઠાણીએ પેથાપુર, વિજા
www.kobatirth.org
For Private And Personal Use Only