________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
બધે સર્વે વિષય વશમાં ચિત્ત થાતાં ઘટે છે, રાગાભાવે મન પરિણમે બંધ સર્વે મટે છે. ૪૪૫ જેને દેખે સુખકર અને તેહથી દુખ થાતું, જેને દેખે પ્રિયકર અરે તેહથી બધે ખાતું જેને માને મન નિજતણું તે થકી કર્મ નાતું, આ સંસારે પરભવવિષે ધર્મનું સત્ય ભાતું. ૪૪૬ માતાબાપા પ્રિયજન સખા પુત્રને બહેન ભાઈ, આયુરપ્રાન્ત પરભવવિષે જાય તે ના સખાઈ ન્યારા પંથ સકળ જનના કર્મયોગ બને છે, સાચું સાચું અનુભવ ખરે શર્મ હારી કરે છે. ૪૪૭ આત્મધ્યાને ભવ ભવતણાં બન્ધને સૈ ટળે છે, આત્મધ્યાને અનુભવ બળે શર્મ સાચું મળે છે; શેધી શેધી પરિસહ સહી સત્ય દેખું જણાવું, આત્મામાં છે પરમ સુખ એ તત્વ સાચું ભણાવું. ૪૪૮
ગાભ્યાસે ગુરૂગમવડે આત્મશ્રદ્ધા સુહાતી, ધ્યાનાભ્યાસે અનુભવબળે આત્મનિષ્ઠાજ થાતી, ધ્યાનાભ્યાસે મનાલયવડે સત્ય થાતી સમાધિ, સામ્યાનન્દ અનુભવ થતું હોય ના આધિવ્યાધિ. ૪૪૯
www.kobatirth.org
For Private And Personal Use Only