________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ ક્ષણિકવિષયમાં શું રાચવું? આ સંસારે ક્ષણિક વિષયે રાચવું દુખકારી, આ સંસારે ક્ષણિક વિષયે મુંઝતાં કલેશ ભારી; આ સંસારે ક્ષણિક વિષયે મુંઝ ના મુંઝભાઈ આ સંસારે તનુજ લલના સર્વ જૂઠી સગાઈ. ૪૪૧ જૂઠીકાયા પરભવવિષે સાથે આવે ન ક્યારે, માયા તેની ક્ષણિક સમજી ચેતતા શર્મ ભારે, ચેત્યા ના જે ક્ષણિક જગમાં દુઃખ પામ્યા અપારી, ચેતી ચેતી હદય ઘટમાં ધર્મને થા વિચારી. ૪૪૨ જાગી જાગી હદય ઘટમાં જેઈલે કાર્ય હારું, આત્મારામાં સતત બનતાં કાર્ય ધાર્યું થનારું, ગંદીકાયા ક્ષણિક સમજી મુંઝ ના મુંઝ તેમાં, સાચી શાન્તિ પ્રકટ નહિ છે મુંઝ ના ભાઈ એમાં. ૪૪૩ સામગ્રી આ પુનરપિ નહીં પ્રાપ્ત કયારે થવાની, જુવાની આ ક્ષણિક વહતી જોત જોતાં જવાની; કાચી કાયા ઘટ સમ અરે વાર જાતાં ન થાતી, વૃદ્ધાવસ્થા ક્ષણિક તનથી દુઃખલે સુહાતી. ૪૪૪ જોતાં ચાલી જગ સહુ જતું કેમ વૈરાગ્ય નાવે, બંધાયે કયાં પરખ મનમાં બંધને કેમ આવે,
www.kobatirth.org
For Private And Personal Use Only