________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સદગુણે ઠરતા નથી, સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી.૩૮૫ સ્થિરતા વિના નહિ પાત્રતા દષ્ટાન્ત જગમાં જાગતાં, સ્થિરતા વિના ચંચલજને ઘરઘર ભમે છે માગતાં; સ્થિરતા વિના જે ક્ષણિકમનના માનવી જગ શું? કરે, વિશ્વાસ તેને ના થતે પ્રામાય તેથી છે દરે. ૩૮૬ સ્થિરતા વિના સમતા નથી જગમાં જુએ જ્યાં ત્યાં ફરી, સ્થિરતા વિના સિદ્ધિ નથી ને ધ્યાન આશા નહિ જરી; સ્થિરતા વિનાને માનવી શુભ ઠામ બેસી ના ઠરે, સ્થિરતા વિના જ્યાંત્યાં જુઓ ચંચલ જીવે ભટકી મરે.૩૮૭ સ્થિરતા વિના તે ચેગની સિદ્ધિ કદિ નહિ થાય છે, સ્થિરતા વિના ચંચલમને ચિંતા ઘણી પ્રકટાય છે; સ્થિરતા વધે ત્યાં સહુ વધે આનન્દ મર્યાદા નહીં, આનન્દ અપરંપાર સ્થિરતા વૃદ્ધિથી જાણે સહી. ૩૮૮ સ્થિરતા વિના શેભે નહીં ચારિત્રની દીક્ષા ગ્રહી, સ્થિરતા ખરૂં ચારિત્ર્ય છે સ્થિરતા વિનાનું કંઈ નહીં, સ્થિરતા વિના અનુભવ નથી પરમાત્મના પદને વિષે, સ્થિરતા વિના શિવશર્મને અનુભવ અને ક્યાંથી દિસે.૩૮૯
www.kobatirth.org
For Private And Personal Use Only