________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા વિના નીતિ અને આચાર સારા નહિ ટકે, શ્રદ્ધા વિના બકવાદિયે સ્વાચ્છન્દથી કંઈ કંઈ બકે; શ્રદ્ધાથકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે, શ્રદ્ધા કિયાનું મૂળ છે અન્તર્ સદા પાવિત્ર્ય છે. ૩૬૮ શ્રદ્ધા વિના મુક્તિ નથી કેટી ઉપ જે કરે, શ્રદ્ધા વિના શાન્તિ નથી સંશયથકી દુઃખે મરે નિશ્ચય વિના સિદ્ધિ નથી કુર્તક કેટી કેળવે, નિશ્ચયથકી સિદ્ધિ થતી આચારમાં બળ ભેળવે. ૩૬૯ શ્રદ્ધાવડે વ્યવહારમાં પ્રાબલ્ય વધતું બહુ રહે, શ્રદ્ધાવડે કર્તવ્યની સિદ્ધિ થતી જિનવર કહે, નિશ્ચયસમું કે બળ નથી ઉત્સાહ અંગે આપતું, નિશ્ચય બળે સહુ અંગમાં ઉત્સાહ જીવન વ્યાપતું. ૩૭૦ શ્રદ્ધા વિના શ્રી સદ્દગુરૂને પ્રેમ પ્રગટે નહિ કદી, પર્વત અને વૃષ્ટિ વિના પ્રગટે નહીં જગમાં નદી; શ્રદ્ધા વિના શ્રી ગુરૂની તત્ત્વ તે પ્રગટે નહીં, શ્રદ્ધાથકી ભક્તિ અને સેવા જગતમાં છે સહી. ૩૭૧ શ્રદ્ધા વિના ફળ નહિ મળે ભક્તિ અને સેવા કરે, શ્રદ્ધા વિના જગ સહ ફરે તપ જપ થતાં નિષ્ફળ ખરે,
www.kobatirth.org
For Private And Personal Use Only