________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૨૭.
શ્રી તેમિસાગ- સૈકાની આદ્યમાં મુનિધર્મની વાનગીના દેખાડનાર આ પ્રસિદ્ધ મુનિરાજ હતા. સૂરજમલ શેઠ, રૂખમણી શેઠાણી, દલપતભાઇ ભગુભાઇ વગેરે તેમની શ્રદ્ધાવાળા ઘણા ભક્ત જૈના અમદાવાદમાં હતા. રૂખમણી શેઠાણીએ શ્રી નેમિસાગરજી મહારાજ વસતિને લાભ લઈ શકે એવા હેતુથી પાંજરાપોળના ઉપાશ્રય કરાવ્યે હતા. પરંતુ તેમાં તે ઉતરતા નહાતા. શ્રી નેમિસાગરજી મહારાજને સાબરમતી નદી ઉતરતાં એક કલાક થતો હતા. પ્રતિક્રમણ કરતાં અઢી વા ત્રણ કલાક થતા હતા. નવકલ્પી વિહારને તેમણે આચારમાં મૂકી બતાવ્યા હતા. ધર્મક્રિયામાં ધણા તીક્ષ્ણ હતા. તેથી શ્રાવકોનું આકર્ષણ કરીને તેમણે ગુજરાતમાં ક્રિયાહાર કરી શિથિલતાને હટાવી દીધી હતી. તેઓ શ્રી ઉભાઉભા પ્રતિક્રમણ કરતા હતા. ગોચરીના દોષ ટાળવામાં તેમના સમાન તે કાલમાં અન્ય કાઇ નહાતા. સંસારીપણામાં ન્યાયસંપન્ન વૈભવમાં તેમણે પરિપૂર્ણ લક્ષ્ય દીધું હતું. મારવાડ દેશના પાલી ગામના રહેવાથી તેએ હતા. કેટલાક કહે છે કે તે જોધપુરના રહેવાશી હતા. તેઓ જાતે ઓશવાળ હતા. વેરાગી, ત્યાગી, ખાખી તરીકે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમના વખતમાં શ્રી રૂપવિજયજી, વીરવિજયજી, દ્યાતવિજયજી, મણિવિજયજી, અમરવિજયજી અને ઉદ્દાતવિમલજી વગેરે પ્રખ્યાત
www.kobatirth.org
For Private And Personal Use Only