________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
નીતિ વિના રીતિ નથી નીતિ વિના સુખ છે નહીં, નીતિ ધરે શાંતિ પ્રતિષ્ઠા કીર્તિયશ વધતે સહી. ૩૫૯ જ્યાં નીતિ નહિ ત્યાં ધર્મ નહિ અન્તર્ વિચારી દેખવું, નીતિ વિના નર સાક્ષરા તે રાક્ષસા જગ પેખવું; નીતિ વિના વિદ્યા અને લક્ષ્મીથકી જગ શું થયું, સામ્રાજ્ય સાચું નીતિથી આ વિશ્વમાં શૈાભી રહ્યું. ૩૬૦ નીતિવિષે ઈશ્વર વસે સાહાચ્ય દેવાનું મળે, નીતિ વિના માનવપણું ચાલે નહીં જગ પળપળે; જ્યાં નીતિ ત્યાં સહુ ધર્મ આ જગમાં સદાવાસા કરે, સત્તા વધ્યાથી શું થયું નીતિ વિના સમજો ખરે. ૩૬૧ પ્રામાણ્ય નીતિથી સદા ચેાભી રહે દિનકરસમું, નીતિવડે જે શેશભતા તેના અહા પાયે નમું; સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યા, જય જય ગુરૂ આ વિશ્વમાં મહિમા ન જાએ તવ કહ્યા.૩૬૨
શ્રદ્ધા.
પ્રભુ ધર્મની શ્રદ્ધા વાઁ સંસારપાથેાધિ તરી, તવ ચિત્ત હાડોહાડમાં ને રામરામે એ ભરી;
www.kobatirth.org
For Private And Personal Use Only