________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે મળી શુભ શક્તિ પરના હિતાર્થે વાપરે, તે દાનગુણ સિદ્ધિ કરી–બીજા ગુણે સહેજે વરે. ૩૪૬ શુભ સણક્ષેત્રે દાનને જે વાપરે તે પૂજ્ય છે, પરમાર્થપદ વેગે વરે એ ધર્મજીવન ગુહા છે, જે દાન દેતે જ્ઞાનનું એ જ્ઞાનની વૃદ્ધિ કરે, તે ધર્મજીવન સૂત્રને જીવક બની સિદ્ધિ વરે. ૩૪૭ વિદ્યા અને શુભ જ્ઞાન સમ કે દાન નહિ એ દેખવું, વિદ્વાન જ્ઞાની સમ નહિ કે પૂજ્ય જગમાં પેખવું; જે સ્વાન્ય તક આત્મશધક જ્ઞાનધનને આપતા, તે વિશ્વમાં ભાનુસ કીત્ય સકલમાં વ્યાપતે. ૩૪૮ પાઠક બની જે જ્ઞાન ધનનું દાન આપે સર્વને, કર્તવ્ય ફર્જ સ્થિર થતે રાખે નહિ મન ગર્વને; તે સ્વર્ગ સિદ્ધિપદ વરે ઉપકાર નહિ તેને વળે, સંઘેન્નતિ વિશ્વેન્નતિ જ્ઞાને થતી ચેતનબળે. ૩૪૯ થાતી સદા જ્યાં આપલે શ્રુતજ્ઞાનની પરમાર્થમાં, જ્યાં જ્ઞાનના દાતાર જ્ઞાનીઓ પડે નહિ સ્વાર્થમાં, એ દેશની છે ઉન્નતિ એ દેશને સહુ કે નમે, જ્ઞાની જનેને જ્ઞાનનું શુભદાન નિશ્ચયતઃ ગમે. ૩૫૦
www.kobatirth.org
For Private And Personal Use Only