________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંજુસ મમ્મણ શેઠનું દષ્ટાન્ત મનમાં ધારવું, કાર્પણ્ય ખેદાદિક કરી શુભ ફલ અહે નહિ હારવું. ૩૩૭ સંસારપાધિતરી જાણે ખરેખર દાન છે, જે દાનને દેતે ખરે તેનું જ સાચું જ્ઞાન છે; આ ભવિષે સંપત્તિને સત્તા ઘણું સન્માન છે, એ પૂર્વભવનું દાનફળ શાસ્ત્રાવિષે ગુણગાન છે. ૩૩૮ સાધુ તપસ્વી થઈ ફરે લક્ષમી ઉપર મમતા કરે, એ દાનગુણ સિદ્ધિ વિના ત્યાગીપણું ક્યાંથી વરે, જે દાન સગુણ સેવીને સ્વાર્પણ કરે તે ધન્ય છે, વિખ્યાત વિષે તે થતે જાણે ખરે કૃત પુણ્ય છે. ૩૩૯ જે સ્વાર્થને દૂર કરી પરમાર્થ પથમાં સંચરે, તે દાનગુણથી જાણ તે કેટી કર્મો સંહરે, અષભાદિ તીર્થંકર થયા એ દાનફલથી જાણવા, દષ્ટાંત એવા સાંભળી એ ભાવ મનમાં આણવા. ૩૪૦ શુભદાન દેવાથી થતું તે અન્યથી નહિ થાય છે, શુભપાત્રમાં જે દાન દે તે ઉચ્ચ સગુણ પાય છે, શુભદાનને મહિમા જગમાં જાગતે ફલ આપને, આત્માથિજન જે હોય તેના મનવિષે એ વ્યાપતે. ૩૪૧
www.kobatirth.org
For Private And Personal Use Only