________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
દાતારની કીર્તિ વધે વૈરી સકલ વશ થૈ જતા, દેતાં જીવેને દાન સઘળા સદ્ગણે થાતા છતા; દાતારમાં આદર્ય ખીલે ભાવના શુભ આવતી, દાતાર તેને તપતણી સિદ્ધિ ખરેખર થાવતી. ૩૩૩ મૂર્છા–પરિગ્રહ જાણ મૂર્છા ટળે દાનજ થતું, ઘરબારમાં શુભદાનથી સાધુપણું પ્રગટે છતું; નિર્ચન્થતા વૃદ્ધિ થતી દાને હૃદયના ભાવથી,
વ્યવહારમાં પ્રગટે ખરી એ દાનના શુભ દાવથી. ૩૩૪ વૃક્ષે નદીએ મેઘ શોભે દાન સ ગુણગથી, મોટાઈ છે દાતારની શુભ દાનના ઉપયોગથી દાતારને ઉંચે રહે છે હસ્ત દાનસમે ખરે, લેનાર યોગી હોય તે પણ હસ્ત રહે નીચે અરે. ૩૩૫ દાતારની મેટાઈ છે એ દાન કાળે જાણવું, શુભ દાન દેવું ભાવથી એવું હૃદયમાં આણવું; એ દાન ગુણ છે પંચધા શુભપાત્ર આદિપ્રભેદથી, એ દાન ગુણ ફલ દે ભલું દીધું હૃદય નિઃખેદથી, ૩૩૬ પસ્તાય છે જે દાનને દઈ પછી સંસારમાં, હારી જતે તે ફલ ઘણું દષ્ટાન્ત બહુ વ્યવહારમાં
www.kobatirth.org
For Private And Personal Use Only