________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વૈરાગ્યને નિસગતા નિગ્રંથના ભાવે ભર્યો, જય જય ગુરૂજી જગમાં અવતાર નિજ સફલ કર્યો.૩૨૦ સાવ રાચી રહ્યા તે જ્ઞાનમાં એ જ્ઞાન જગમાં શ્રેષ્ઠ છે, એ સગુણેમાં મુખ્ય છે એનાથકી સહ હઠ છે; આધાર આ કલિકાળમાં છે જ્ઞાનને એ સત્ય છે; સુતજ્ઞાનને અભ્યાસ એ પરમાર્થતઃ શુભ કૃત્ય છે. ૩૨૧ આગમવિષે પહેલું કચ્યું છે જ્ઞાન એવા પાઠ છે, શ્રુતજ્ઞાનવણ કિરિયાતણ જૂઠા જગતમાં ઠાઠ છે, સમજાય છે જ્ઞાન સકળ જ્ઞાને પ્રકટ પરમાત્મતા, કર્તવ્ય વા કર્તવ્ય તેની જ્ઞાન ગુણથી વ્યક્તતા. ૩૨ સંસારમાં કઈ કાર્ય કરવું જ્ઞાનગુણુથી થાય છે, સમજ્યા વિના કંઈ નહિ થતું ત્યાં જ્ઞાન મુખ્ય કથાય છે; પશુસમ કહે માનવ અરે એ જ્ઞાનગુણવણ જાણવું, મહિમા સુણી એ જ્ઞાનને શ્રુતજ્ઞાન મનમાં આણવું. ૩ર૩ ક્ષણમાત્ર પણ શુભજ્ઞાનવણ ચાલે નહીં સસારમાં, પ્રાપ્તિ કરે શ્રુતજ્ઞાનની માનવતણુ અવતારમાં;
www.kobatirth.org
For Private And Personal Use Only