________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સદગુરૂ યાત્રા ખરેખર સર્વપાપપ્રહારિણી, શ્રી સદ્ગ યાત્રા કરો આનંદમંગલકારિણી, શ્રી સશુરૂ યાત્રા ખરી વિદ્યાવિવેકપ્રચારિણી, શ્રી સદગુરૂ યાત્રા ખરી અજ્ઞાનતમને હારિણું. ૩૧૬ શુભ વિનયભક્તિ સદગુરૂની સત્યયાત્રા જાણવી, આજ્ઞા ગુરૂની શીર્ષપર વહેવી તે યાત્રા માનવી, યાત્રા કરે જે સદગુરૂની ભક્ત શિષ્ય સુપાત્ર છે, યાત્રા ગુરૂની જે કરે તેનું જ નિર્મળ ગાત્ર છે. ૩૧૭ પરમાર્થની જે જીદગી યાત્રા ખરી નિજ જાણવી, સ્વાર્પણ કરીને જીંદગી ધમર્થકૃત્યે આણવી; જે ધર્મના ઉપદેશમાં સ્વાર્પણ કરે જીવન ખરે, તે આત્મભેગી જીવને યાત્રા હૃદય નિર્મલ કરે. ૩૧૮ યાત્રા સર્વે સત્ય છે શાસ્ત્રાવિષે જે જે કથી, સાપેક્ષદષ્ટ કૃત્ય છે શંકા જ ત્યાં ઘટતી નથી, શ્રી ગુરૂગમ જ્ઞાનથી આગમ અને અનુભવવડે, યાત્રા કરે જે ભાવથી સમજણ ખરી તેને પડે. ૩૧૯ સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા અહિ અને કરી, તે ધન્ય છે કૂત પુણ્ય છે શુભ ધર્મની પિઠી ભરી;
www.kobatirth.org
For Private And Personal Use Only