________________
Shri Mahavir Jain Aradhana Kendra
ca
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્વિધસંધયાત્રા.
શુભ સ`ઘની યાત્રા કથી શ્રદ્ધા સુભક્તિમાનથી, શુભ સાંઘની સેવા કરા રક્ષા કરી એકતાનથી; શુભ શ્રમણ શ્રમણી શ્રાદ્ધને જે શ્રાવિકા એ ચાર છે, એ ચાર અંગેા સંઘનાં ભક્તિ કરે જયકાર છે. ૩૧૨
એ ચારની રક્ષા અને વૃદ્ધિથકી યાત્રા કથી,
એ ચારની યાત્રા ખરી આગમ જીવા સર્વે મથી; એ ચાર વણુ જે તાર્થ સ્થાવર કોણ રહ્યું જાણશે, એ ચારની સેવા ભલી એ યાત્ર મનમાં આણશે. ૩૧૩
એ ચારની જે ઉન્નતિ કરવા પ્રવૃતિ આદરે,
તે સંઘની યાત્રા કરીને સિદ્ધ શાશ્વત પદ વરે;
એ ચાર અંગેા દેવસમ છે જીવતાં મડ઼ી જાગતાં, એ ચાર અંગો જ્યાં વસે ત્યાં દ્વિવ્યવાઘા વાગતાં. ૩૧૪
www.kobatirth.org
શુભ તીર્થની યાત્રા કરી રક્ષા કરા એ સાર છે, જે તીર્થની યાત્રા કરે તેના સફળ અવતાર છે; યાત્રાથકી સદ્ગુણુ વધે ને દોષ સઘળા ઝટ ટળે, ગુરૂગમ લહી યાત્રા કરે મનના મનેરથ સહુ ફળે. ૩૧૫
For Private And Personal Use Only