________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ સાધુઓની સંગતે સમ્યકત્વને અનુભવ થતે, અંગત વિના શુભ સાધુની નરભવ અરે એળે જતા. ૩૦૩ કલિકાલમાં આધાર છે શુભ સાધુઓને જાણ, શુભ સાધુઓના દર્શને શુભ ભાવ મનમાં આણ; શુભ સાધુના દર્શન થકી તે પુણ્ય નિર્જર થાય છે, આ ભવ વિષે ફળ સંપજે શુભ તીર્થ જંગમ હાય છે. ૩૦૪ શુભતીર્થ જંગમ છે વડું શુભ સાધુઓ જગમાં ખરે, શાસન વહે છે સૂરિથી શુભ તીર્થ સૂરિજ છે ધુરે, શાસન વહે છે સાધુઓથી ધર્મ નેતા મુનિવરે, શુભ તીર્થ સંગમ સાધુઓ યાત્રા કરી શુભ સંવરે. ૩૦૫ કલિકાલમાં આધાર છે શુભ સાધુએ સેવા કરે, છે ધર્મના ધુરંધરે શુભ ધર્મ શ્રદ્ધા આદરે; ભક્તિ કરીને સાધુઓના પુણ્યની પિઠી ભરે, શુભ તીર્થ જંગમ આદરી વ્યવહારનયને અનુસરે. ૩૦૬ સિદ્ધાચલાદિ તીર્થ જે જે શાસ્ત્રકારે સંસ્તવ્યાં, યાત્રા કરે શુભ ભાવથી આગમવિષે કુલ બહુ કવ્યાં; જેથી તરાતું તીર્થ તે નિશ્ચય અને વ્યવહારથી, વ્યવહારથી તીવિષે ગુરૂગમ ધરે અનગારથી. ૩૦૭
www.kobatirth.org
For Private And Personal Use Only