________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮. સંકટ ટળે છે ભાવનાના જોરથી તપ આચરે,
જ્યાં ભાવ ત્યાં મંગળ સદા એવું સુસાધુ વ્યવહરે. ૨૯૦ મોદકતણા દષ્ટાંતમાં છે ભાવ ધૃતરસના સમે, શુભ ભાવઘતરસના વિના માદક બને ના ક્યાં ભમે; જ્યાં ભાવનું પ્રાધાન્ય છે ઉપગથી ત્યાં મુકિત છે, જ્યાં ભાવનુ પ્રાધાન્ય ત્યાં પરમાર્થની શુભ વ્યકિત છે. ૨૯૧ જે આત્મવીત્સાહથી ભાવે ક્રિયાએ આદરે, તેવા મનુષ્ય મુક્તિના શુભમાર્ગમાં ઝટ સંચરે, જે સદ્ગણની ઉગ્રતાકર પણ ચેતનભાવ છે, ભવપાધિ તરવા ખરેખર વસ્તુતઃ શુભ નાવ છે. ૨૯૨
જ્યાં ભાવનાની ખામી ત્યાં ખામી ખરેખર સર્વની, ભાવી હૃદયમાં ભાવના નહિ વાટ લેશે ગર્વની; ઉપશમ વગેરે ભાવ તેની ભાવના પ્રગટ્યાથકી, આસન્ન સિદ્ધિપદ મળે ધારે હૃદય એવી વકી. ૨૯૩ ગુરૂદેવની આરાધના કરવી ભલી ભાવે કથી, શુભ ભાવના વણુ માન વા સત્કારથી સિદ્ધિ નથી; શુભ ભાવના જ્યાં ઝળહળે ત્યાં સિદ્ધિ આવી મળે. અંતર્મુહુર્ત મુક્તિ છે શુભભાવના સાચા બળે. ૨૯૪
www.kobatirth.org
For Private And Personal Use Only