________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
ભક્તિ ફળે નહિ ભાવવણ કોટી પ્રયત્ન આદરે, સેવા ફળે નહિ ભાવવણુ લુખ્ખા પ્રયત્ન આચરે; જ્યાં ભાવ વર્તે ભિન્ન ને આચાર ભિન્ન જણાય છે, આચાર એ નિષ્ફળ કહ્યા સમજ્યાથકી સુખ થાયછે. ૨૮૬ વંદન કર્યું જો સાધુઓને શાલવી વીરે અરે, પણ ભાવવણ ફૂલ નહિ લહ્યા આગમવિષે દેખા ખરે, શ્રીકૃષ્ણે ખાધાં છેતરાં જો!!! કેળનાં શુભભક્તિએ, છે ભાવ સાચા ભક્તના પરિણામની શુભ વ્યક્તિએ. ૨૮૭
જે ભાવથી દે દાન વા જે ભાવથી પૂજા કરે, જે તપ કરે છે ભાવથી તે સ્વર્ગ સિદ્ધિ સંચરે જે ભાવથી વન્દે ગુરૂ તે કિલષ્ટ કા સહરે, અનુમોદતા શુભ સાધુને તે વણુ ક્રિયાએ ફૂલ વરે. ૨૮૮ શુભ ભાવનાને ભાવતા તે ઘારકાં ટાળતા, કર્મી સકલ દરે કરી તે મુક્તિપુરમાં મ્હાલતા; જ્યાં ભાવનાનું જોર છે ત્યાં ધર્મનું બહુ જોર છે, શુભ ભાવના પ્રગટે નહીં ત્યાં જાણ કર્યાં ઘેર છે. ૨૮૯
શુભ ભાવવણ ચાત્રા કરે દર્શન કર્યાથી શું વળે, જ્યાં ભાવના રસની ઢળે ત્યાં દુઃખવાદળ ઘન ટળે;
www.kobatirth.org
For Private And Personal Use Only