________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગી કર્યા હતા. પેથાપુર, વિજાપુર, માણસા વગેરે શહેરોમાં તેઓશ્રીએ અનેક જૈનેને સંવેગ પક્ષમાં આણ્યા હતા. અમદાવાદમાં શેઠ સુરજમલ, નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓને શુદ્ધ સંવેગમાર્ગને ઉપદેશ દીધો હતે. શ્રી પૂજ્ય વગેરેના જેરથી શ્રીમદ્ મયાસાગરજીપર જરા માત્ર અસર થઈ નહિ. શ્રીમદ્ મયાસાગરજીએ ૧૮૭૦ લગભગમાં દીક્ષા લીધેલી હોવી જોઈએ એમ શ્રીમદ્ નાણસાગરજીના ચરિત્રપરથી નિર્ણય થાય છે અને તેમના સંબંધી ચાલતી કિંવદન્તીઓથી નિર્ણય થાય છે. શ્રીમદ્ મયાસાગરજીમાં એ ખૂબી હતી કે તેઓશ્રીની પાસે આવનારનું મન તથા અધિકાર પારખી તેને તુર્ત ધર્મપ્રવૃત્તિમાં યુક્ત કરતા હતા. તેઓશ્રીની ઉપદેશ દેવાની એવી સરસ ખૂબી હતી કે તેમની પાસે આવનારના હૃદયમાં સવર્તનની અસર થયા વિના રહે નહિ. તેમના સમયમાં શ્રી પૂજ્ય અને યતિનું અમદાવાદ વગેરેમાં પુષ્કળ જેર હતું છતાં તેમણે ચારિત્રમાર્ગની શિથિલતા દૂર કરવાના પ્રયત્નમાં આગળ વધ્યા. તે ઉપરથી સમજાય છે કે તેઓ ખંતીલા, સત્યાગ્રહી અને દીર્ઘ દષ્ટિમાન હતા. તેમનામાં ચારિત્રપ્રવૃત્તિને ઉત્સાહ અને વૈરાગ્યબળ એવું હતું કે તેની અસરથી ગુજરાતના જેને જાગ્રત થયા. અમદાવાદ, પાટણ, મેહસાણ, વિજાપુર, માણસા, પેથાપુર, સાણંદ, વિરમગામ, રામપુરા, અને પાલનપુર
www.kobatirth.org
For Private And Personal Use Only