________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મોન્નતિ કર વેગથી કર્તવ્ય તપને આદરી, શિક્ષા ભલી તુજને કથી આરાધ્ય એ અંગીકરી. ૨૫૬ સમભાવ સર્વે વસ્તુમાં એ તપ કર્યો નિશ્ચયન, સમભાવ સમ તપ કે નહીં રાગાદિવૃત્તિસંક્ષયે; સમભાવથી જે વર્તવું એ તપ ખરું નિશ્ચયવડે, સમભાવી જ્ઞાનીને અરે એ તપ ખરેખર સાંપડે. ૨૫૭ જે બાહ્ય તપ તપતે રહે સમતાવડે વ્યવહારથી, તે સત્ય તપસી જાણ તપિવિષે તે મહારથી; જે તપ તપે તે ચીકણાં કર્મો ખરેખર નિર્જરે, તીર્થકર દીક્ષા ગ્રહી તપને ખરેખર આદરે. ૨૫૮ શુભલબ્ધિને સિદ્ધિ તપના પ્રભાવે જાગતી. માઠા ઘણાં કર્મો ટળે વ્યાધિ સકળ ઝટ ભાગતી, આચાર્મ્સ આદિ તપ તપે શ્રીપાલ પેઠે સુખવરે, આગમ ઘણું સાક્ષી ભરે એ તપથકી મુક્તિ ખરે. ૨૫૯ વ્યવહારને નિશ્ચયવડે હે સદ્દગુરે તું તપ ભયે, સમતાવડે તપસી બન્યું એ ભાવ મેં અંગીક; ઈચ્છા નિરાધે સંવરી સમતાપે શેભી રહે, જય જય ગુરૂજી જગતુમાં તપથી ઘણી શોભા લો. ૨૬૦
www.kobatirth.org
For Private And Personal Use Only