________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધ્યાય વૈયાવૃત્ય તપ એ આગમો સાક્ષી ભરે, શુભ ધ્યાન ઉજજવલ પરિણમે એ તપ ખરું જ્ઞાની વરે મમતા નહીં જ્યાં દેહની ઉપયોગની શુદ્ધિ રહે, જ્ઞાની તપસ્વી લેક એવું તપ ખરું ભાવે લહે. ૨૫ મેતાર્ય મુનિને ધન્ય છે સમતાથકી તપ આદર્યું, ઢઢણ મુનિને ધન્ય છે સમતાએ તપ અંગીકાર્યું સમતાવડે તપને તપી જે કર્મ આઠે જીપતા, એ ધન્ય મુનિઓ જાણવા તે વિશ્વ મધ્યે દીપતા, ૨૫૩ પરિણામ બહુ ઉજજવલ વધે એ તપ સદા આદેય છે, પરિણામ માઠા વારતુ એ તપ સદા જગ સેવ્ય છે; જે ધર્મની સેવા કરે રક્ષા કરે તપ એ ભલું, નિષ્કામગે ધર્મ વૃદ્ધિ ધ તપ એ નિર્મલું. ૨૫૪ નિષ્કામગે સાધુઓની ભક્તિ તપ સાચું ઠરે, કર્તવ્ય ધર્મ પ્રવૃત્તિ એ તપ જ્ઞાનીઓ વેગે વરે; કર્તવ્યને અધિકારથી શુભ યુક્તિથી જે આચરે, કર્તવ્યને તપસી ખરે એ કાર્ય સિદ્ધિ આદરે. ૨૫૫ ઈચ્છા ધર્યા વણ ફલતણી કર્તવ્ય કરણી કર ખરી, કર્તવ્ય કરણી તપ કહ્યું સાપેક્ષતાએ મન ધરી,
www.kobatirth.org
For Private And Personal Use Only