________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
થાતા પ્રપ-ચે અતિઘણું બુરું જનનું ધારવું, ત્યાં તપ નહીં સાચું જરા એવું હૃદય અવધારવું. ૨૪૭
જ્યાં દંભ હળી સળગતી ત્યાં તાપ તનને જાણ, પ્રામાણ્યને નીતિ વિના તપ ફેક મનમાં આણ; પરમાર્થની વૃત્તિ નહીં કરૂણા નહીં મૈત્રી નહીં, ત્યાં તપ અરે એ નામ પણ શોભે નહીં માને સહી. ૨૪૮ આત્માસમાં સર્વે જી એ ભાવમાં તપ છે ખરું, એ તપ હૃદયને બાહાથી આચાર વર્તનમાં સ્મરું; દુર્જનપણાને ટાળીને સૈજન્ય મનમાં રાખવું, એ તપ ખરું પરમાર્થથી તે આદરી સુખ ચાખવું. ૨૪૯ આપ દેવા અન્યપર એ વૃત્તિનું જે ટાળવું, શુભ ભાવથી આચારમાં મૂકી અહે એ પાળવું; પાખંડવૃત્તિ ટાળવી એ તપ ખરું મનમાં વસ્યું, એ સત્ય સાધુ ચિત્તથી જરીએ નહીં દૂરે ખર્યું. ૨૫૦ કૌટિલ્ય મનથી ટાળવું તે સત્યતા અવધારવું, સંકલ્પને વિકલ્પમય જે ચિત્ત તેને મારવું;
જ્યાં ઉપશમે છે મેહની સવૃત્તિ તે તપ ખરું, સ્વાધ્યાય શાસ્ત્રને અહેએ તપ સદા હૃદયે સ્મરું. ૨૫૧
www.kobatirth.org
For Private And Personal Use Only