________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
જે સાધુને ધર્માંદ્યમે મનમાં ઘણા શુભ રાગ છે, આત્માન્નતિ ધર્માંન્નતિને તે કરે મહાભાગ છે. ૨૧૬ કલિકાલ સર્વજ્ઞ મુનિશ્રી હેમચંદ્ર મહાપ્રભેા, ઉદ્યમ કર્યાં જગખ્યાત છે આચાર્ય શીર્ષમણિવિશે; તુજ નામ રહેશે જીવતું આ વિશ્વમાં જાણ્યું અમે, ઉદ્ધાર કરવા ધર્મને વૈ અવતર્યા જગમાં તમે. ૨૧૭ ઉદ્યમ કરી ગ્રન્થા લખ્યા જે સાધુઓએ હિત ભણી, હરિભદ્ર વાચક મલય આદિ સાધુએ છે અગ્રણી; એ સાધુએ જગપૂજ્ય છે ગ્રન્થ લખ્યા ઉદ્યમ કરી, તે સાધુઓને ધન્ય છે ઉપકાર કીધા અવતરી. ૨૧૮ તે સૂરિયાને ધન્ય છે સેવા કરી શ્રી સરૢ ની, તે વિશ્વવન્યા ધન્ય છે રક્ષા કરી શ્રુત ગની; તે સૂરિયાને ધન્ય છે જિન ધર્મની રક્ષા કરી, શ્રી હેમચંદ્ર આદિને હા વંદના બહુ માહ્યરી. જે સાધુએ ઉદ્યમ કરી ચારિત્ર પાળે ભાવથી, ઉપદેશ દે સ્યાદ્વાદની ષ્ટિ ધરી શુભ દાવથી; ઉદ્યમ કરી જે સાધુએ શુભ ધર્મને ફેલાવતા, પરભાતમાં તે સાધુએ અમને સ્મરણમાં આવતા. ૨૨૦
www.kobatirth.org
૨૧૯
For Private And Personal Use Only