________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિજાપુર, માણસા, પેથાપુર, વિરમગામ અને રામપુરા વગેરે ગામામાં વિહાર કર્યા હતા. તેઓશ્રી આત્મધ્યાનમાં તત્પર રહેતા હતા. સાણંદના શા. ગફુલભાઇ સાંકળચંદ શેઠ વગેરેને તેઓએ સટ્ટા નહિ કરવાની ખાધા આપી હતી. તેઓશ્રીની વૃદ્ધાવસ્થા છતાં તેમણે વિહાર પ્રવૃત્તિ સેવી હતી. ચારિત્રમાગૅની શુદ્ધિપર તેમનું વિશેષ લક્ષ્ય હતું. તેથી તેમણે શ્રી નૈમિસાગરજી મહારાજને ગુર્જરક્ષેત્રમાં થએલી શિથિલતા સંબંધી ક્રિયાહારની પ્રવૃત્તિમાં ઉત્સાહિત કર્યાં હતા. શ્રીપૂજ્યા તત્સમયમાં શિથિલ થયેલા હેાવાથી તેમણે ક્રિયાહારપરત્વે વિશેષ લક્ષ્ય દીધું અને પેાતાની વૃાવસ્થા હોવાથી સ્વશિષ્ય ઉત્કૃષ્ટ ચારિત્રપાલક નેમિસાગરજીને ગુજરાતમાંથી શિથિલતા દૂર કરાવવા પ્રવૃત્તિ કરાવી. શ્રી મયાસાગરજી સ્વભાવે શાન્ત અને તત્સમયમાં સર્વમાં પ્રતિષ્ઠાવંત ગણાતા હતા. ચારિત્રમાર્ગના પૂર્ણ રાગી હતા. તેથી તેમની પાસે શ્રી નેમિસસગરજી મહારાજે દીક્ષા અંગીકાર કરી હતી. સં॰ ૧૯૦૪ નું ચેામાસું તેઓએ નેમિસાગરજીસહ સાણંદમાં કર્યું હતું. તત્સમયે સાણંદમાં ઘણા ગોટાળા હતા. જેના ધર્મની બાબતમાં ઘણા શિથિલ હતા. શ્રી મયાસાગરજી અને નેમિસાગરજીની ઉત્કૃષ્ટ ચારિત્રપાલન પ્રવૃત્તિથી ગારજીઓનું જોર હટતું ગયું અને સાણંદના ત્રણે ગુચ્છના જેતાની શ્રી મયાસાગરજી અને શ્રી નૈમિસાગરજીપર
www.kobatirth.org
For Private And Personal Use Only