________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
આગમનું અને શુદ્ધ સમાચારીનું સન્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી મયાસાગરજી મહારાજ સ્વભાવે અત્યંત શાન્ત અને ગંભીર હતા. તેઓશ્રી મેવાડ અને મારવાડમાં જોધપુર વગેરે તરફ વિહાર કર્યો અને જૈનોને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેઓ શ્રી નાની મારવાડ વગેરે દેશોમાં વિચરી ઉપદેશ દેઈ ગુજરાતમાં પ્રવેશ કર્યો. આ વખતે ગુજરાતમાં યતિ શિથિલાચારી થયા હતા અને અન્ય સંધાડાના સાધુઓમાં પણ કંઈ કંઈ અંશે શિથિલાચાર વધતો જતો હતો. તેઓશ્રી ગુજરાતના પાટનગર શ્રી અમદાવાદમાં આવ્યા અને હાલ જે સાગરગચ્છને ઉપાશ્રય છે ત્યાં તેઓશ્રી ઉતર્યા. તેઓશ્રી ગુજરાતમાં બીજી વારના આવ્યા ત્યારે વૃદ્ધ થયા હતા. તેમણે શિથિલતા દૂર કરવાને કમર કસી પણ વૃદ્ધ હોવાથી અન્યની સાહાએ વિના વિશેષ કાર્ય બજાવી શક્યા નહિ છતાં તેમણે ઉદ્યમને ત્યાગ કર્યો નહિ. છેવટે શિથિલાચાર હઠાવવામાં વિજયી બન્યા.
શ્રી મયાસાગરજી શરીરે ઉંચા અને ઘહુવર્ણ હતા, તેમની વાણી સુકમલ અને પ્રમાણિક હતી. પ્રાયઃ દરરોજ તેઓ એક વખત આહાર કરતા હતા. શ્રી નેમિસાગરજી મહારાજે જ્યારે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી ત્યારે તેઓ લગભગ સિત્તેર વર્ષની વયના હતા. તેઓએ સાણંદ, ગોધાવી,
www.kobatirth.org
For Private And Personal Use Only